ખેડૂતના લાભ મેળવવા ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની વધુ એક કરતૂત સામે આવી છે. ભળતા નામનો લાભ મેળવી ખોટા દસ્તાવેજો આધારે ખોટા ખેડૂત બની બેઠેલાં ધારાસભ્ય રમણ વોરાએ મતવિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં ય ખેતીની જમીનો ખરીદી છે. આ ખેતીની જમીનોના પુરાવા ન આપતાં એક અરજદારે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આ અરજદારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી રજૂઆત કરી છે કે,'ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ધારાસભ્ય રમણ વોરા સામે ફોજદારી રાહે પગલાં ભરો.'
અરજદારે કલેક્ટરને રજૂઆત કરી
અરજદારે રમણલાલ વારો વિરૂદ્ધ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે,'ખોટા ખેડૂત ખાતેદાર બનેલાં ધારાસભ્ય રમણલાલ વોરા સામે ફોજદારી રાહે પગલાં ભરો' અરજદાર રાજેન્દ્રકુમાર પટેલે આક્ષેપ કર્યો છે કે, 'ધારાસભ્ય બિનખેડૂત હોવા છતાંય ખોટા દસ્તાવેજો આધારે દાવડમાં 8 હેક્ટર ખેતીની જમીનો ખરીદી છે. રાજકીય દબાણને કારણે ઈડર નાયબ કલેક્ટર અને મામલતદાર ધારાસભ્ય રમણ વોરાની ખેતીની જમીનોના દાખલા ઉપરાંત ખેડૂત ખાતેદારની માહિતી જ આપતાં નથી' વધુમાં અરજદારે માંગ કરી છે કે, 'ધારાસભ્ય સામે ગણોતધારા કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ, ફોજદારી રાહે પગલાં ભરી દંડ ફટકારો અને ઉપરાંત ખેતીની બધીય જમીનો સરકાર હસ્તક લો'
શુ છે મામલો?
અરજદારના આક્ષેપ મુજબ ખોટા ખેડૂત ખરાઈના દાખલાના આધારે ધારાસભ્ય રમણ વોરાએ ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં સર્વે.નેબર 584, 549, 551 અને 581ની જમીન ખરીદી હતી.
તપાસના આદેશ
અરજદારની આત્મવિલોપનની ચમીકી બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હરકતમાં આવ્યા છે અને તપાસના આદેશ આપ્યા છે. જેમણે નાયબ કલેક્ટરને તપસા કરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.






