Home Gujarat Mla Poonja Vansh Makes A Presentation To The Cm Regarding Liquor Ban And Una Mla Issue

'પુરાવા સાથેની પેન ડ્રાઇવ મુખ્યમંત્રીને સોંપી છે' : કોંગ્રેસ MLA પૂંજા વંશે મુખ્યમંત્રીને દારૂબંધી અને ઉનાના MLA મામલે કરી રજૂઆત

'પુરાવા સાથેની પેન ડ્રાઇવ મુખ્યમંત્રીને સોંપી છે'
Published by: OBS Bureau
| Last Updated: Dec 16, 2025, 08:51 AM IST

Congress MLA Punjabhai Vansh : ગુજરાતમાં દારૂબંધી અમલમાં નથી રહી અને રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે એવો ગંભીર આરોપ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વો અને સ્થાનિક પોલીસની ભાગીદારીથી દારૂનો ધંધો ચાલી રહ્યો છે. SMC દ્વારા કરાયેલી રેડમાં દારૂ ઝડપાયો હોવા છતાં પણ પોલીસની મિલીભગતથી ફરી દારૂ વેચાતો હોવાનો દાવો તેમણે કર્યો છે'.

'પુરાવા સાથેની પેન ડ્રાઇવ મુખ્યમંત્રીને સોંપી છે'

પૂંજાભાઈ વંશે ઉના બેઠકના ચૂંટાયેલા ધારાસભ્ય અંગે પણ ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, 'આ ધારાસભ્ય સંબંધિત ઓડિયો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં ગાળો બોલવી, તોછડાઈભર્યું વર્તન અને હથિયારની હેરાફેરી અંગેની વાતો સાંભળવા મળે છે. આ તમામ બાબતોની વિગત પુરાવા સાથેની પેન ડ્રાઇવ તેમણે મુખ્યમંત્રીને સોંપી છે'.

'રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે'

કોંગ્રેસ MLA એ જણાવ્યું કે, 'રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. આ સમગ્ર મામલે સરકાર દ્વારા તપાસ કરાવવામાં આવે અને સુઓમોટો ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી આજે મુખ્યમંત્રી સમક્ષ કરી છે'. તેમણે મુખ્યમંત્રીને ઓડિયો અને વીડિયો ક્લિપ સાથે રજૂઆત કરીને ઉનાના ધારાસભ્યના સ્થાનિક લોકો સાથેના અયોગ્ય વર્તન અંગે પણ ધ્યાન દોર્યું છે. પૂંજાભાઈ વંશે કહ્યું કે, 'ચૂંટાયેલા પ્રતિનિધિની આવી વર્તણૂક કોઈ રીતે ચલાવી ન લેવાય. ક્લિપોની નિષ્પક્ષ તપાસ કરી સરકાર દ્વારા સુઓમોટો ફરિયાદ દાખલ થવી જોઈએ તેવી માંગણી તેમણે કરી છે. આ બાબતે મુખ્યમંત્રીએ યોગ્ય પગલા લેવા માટે ખાતરી આપી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ડબલ ઈમ્પેક્ટ: માત્ર માર્ચ જ નહીં, એપ્રિલમાં પણ તોફાન સાથે માવઠું આવશે, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ડબલ ઈમ્પેક્ટ

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને: ખોટા દાવા બદલ ઈટાલિયાએ માફી માગી

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને

ઐતિહાસિક ક્ષણ: ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર, ઉત્તરાખંડ બાદ ગુજરાત બન્યું દેશનું બીજું રાજ્ય

ઐતિહાસિક ક્ષણ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ: ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026 બિલ પર હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ

UCC બિલનો વિરોધ: "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video