ગુજરાતના સાબરકાંઠામાં આવેલી સાબર ડેરી ભાવફેરના વધારાને લઈ વિવાદમાં છે. તો બીજી તરફ સાવજ ડેરીમાં કેમિકલ દૂધનો વિવાદ વકર્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિાએ કેશોદમાં યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં સાવજ ડેરી પર ગંભીર આક્ષેપો કર્યા છે, તેમણે આ મુદ્દે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ''ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવે છે''
''કેમિકલ વાળું ઝેર જેવું દૂધ આ લોકો ભરે છે''
ધારાસભ્ય ગોપાલ ઈટાલિાએ કહ્યું કે, ''સાબર ડેરીમાં નકલી દૂધ ભરાવીને કરોડો રૂપિયા કમાવવામાં આવી રહ્યાં છે, કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે, જેના પગલે જે બહેને જિંદગીમાં પણ તમાકું ન ખાધી હોય તેને પણ કેન્સર થાય છે. કારણ કે, આ સાવજ ડેરીમાં બેસેલા ભાજપના વહીવટી કર્તાઓ રોજે રોજ 70 હજાર લીટર કરતા વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભરે છે''.
''આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું''
તેમણે કહ્યું કે, ''આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું, જેમને એમ લાગતું હોય કે, જે ભાજપના ખોળામાં બેસીને મોટા સાવજ થઈ ગયા હોય તો યાદ રાખજો સાવજ ભાજપમાં ખોળામાં બેસીને નહી પરંતુ ભાજપની સામે પડે તે સાવજ હોય છે.
''ગોપાલ ઈટાલિયા મહત્વનો નથી પરંતુ...''
ઈટાલિયાએ કહ્યું કે, ''ગોપાલ ઈટાલિયા મહત્વનો નથી, હું તો નાનો માણસ છું આ વખતે ધારાસભ્ય છું અને કદાચ 2027માં ન પણ હોય અને પછી કદાચ ફરી ધારાસભ્ય પણ હોઉં, પરંતુ મોટી વાત એ છે કે, તમારા જીવ સાથે છેડછાડ થઈ રહી છે તમારા જીવને જોખમ છે''.
જાંબુડા મંડળી અને 5000 લિટર નકલી દૂધ?
તેમણે કહ્યું કે, ''સાવજ ડેરીમાં નોકરી કરતા ઘણાં કર્મચારીઓમાં મનમાં રામ વસે છે રામ. મને એક કર્મચારીએ કહ્યું કે, સાવજ ડેરીમાં જીવ લેવાનું કામ થાય છે અને એ પણ અમારા હાથે કરાવવામાં આવે છે, અમે શું કરી શકીએ કારણ કે, અમારે પેટનો ખાડો પુરવાની મજબૂરી હોય છે. વધુમાં કહ્યું કે,''જાંબુડામાં બે મંડળી છે, જેનો રૂટ કોડ 1359 છે. જાંબુડા ગામમાં આવી કોઈ મંડળી નથી, તેમ છતાં 5000 લિટર નકલી દૂધ રોજનું ભરવામાં આવે છે અને સાવજ ડેરીમાં મોકલવામાં આવે છે''.





