Home Gujarat Mla Chaitar Vasava Produced In Court Gopal Italia Between Police

MLA ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા : કોર્ટના દરવાજા આગળ પોલીસ અને ગોપાલ ઈટાલિયા વચ્ચે તું...તુ મેં...મે...!

MLA ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jul 06, 2025, 08:29 AM IST

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પ્રમુખ સંજય વસાવા વચ્ચે બબાલ થતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, હવે ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જો કે બીજી તરફ ચૈતર વસાવા વિરુદ્ધ સજંય વસાવાને જાનથી મારી નાંખવાની ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે આ મામલે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરતા ગોપાલ ઈટાલિયા અને પોલીસ વચ્ચે કોર્ટના ગેટ આગળ તુ-તુ મેં મેં થઈ છે.

 ''જનતાની અદાલતને પોલીસે બાનમાં લીધી'
આ દરમિયાન આમ આદમીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા હતા કે, ''ભાજપના ઈશારે પોલીસ તંત્રએ કોર્ટને છાવણીમાં ફેરવ્યું છે, એડવોકેટ ગોપાલ ઈટાલીયાને પણ સુનાવણીમાં જતાં રોકવામાં આવે છે. ચૈતરભાઈ વસાવા સાથે આતંકવાદી વ્યવહાર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તાનાશાહી આજે સમગ્ર ગુજરાતમાં છતી પડી, જનતાની અદાલતને પોલીસે બાનમાં લીધી છે, મીડિયા મિત્રોને અંદર જતા રોકવામાં આવે છે, તાનાશાહીની હદ આજે ભાજપે વટાવી છે''

આ કોઈ ભાજપનો કાર્યક્રમ નહોંતો: મનસુખ વસાવા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાણી જોઈને સંકલન બેઠકમાં બબાલ કરી હોવાનો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ જણાવ્યુંકે, ''ચૈતર વસાવા બેઠક ચાલવા દેવા માંગતા નહોંતા, આ કોઈ ભાજપનો કાર્યક્રમ નહોંતો. છતાં આ રીતે ગેરવર્તણૂક કરી તેના કારણે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી'' વધુમાં કહ્યું કે, ''એમના સમર્થકો એ જે કાર્ય કર્યું છે તો પોલીસે તેમને પણ પકડી ને મૂકી દેવા જોઈએ, ચૈતર વસાવા કાયમ આવા કાર્યો કરતા હોય છે કોઈને મારી દેવાનું હોઈ ધમકાવાનું હોઈ એવા કાર્ય કરતા જ આવ્યા છે''
જાણો સમગ્ર કેસ?
શનિવારે સાંજે ડેડિપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચૈતર વસાવા સામે અભદ્ર ભાષા બોલવાનો અને પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવાનો પણ આક્ષેપ થયો છે. ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને 3 વાગ્યે ડેડિપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી. હવે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video