MLA Chaitar Vasava detention case: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની બબાલ મામલે અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલાની વાત કરીએ તો ગઈકાલે શનિવારના રોજ ડેડિપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટી સંકલન બેઠક હતી. જે દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મામલો બિચક્યો અને સીધો જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જે મામલે ચૈતર વસાવાની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે.
गुजरात में विसावदर की जीत के बाद भाजपा पूरी तरह से बौखलाई हुई है ! @Chaitar_Vasava की गिरफ्तारी के बाद भाजपा के इशारे पर पुलिस उनके परिवार को भी मिलने नहीं दे रही ! ये लोकतंत्र में हो क्या रहा है ? ईतनी तानाशाही ? लेकीन भाजपा पहले भी चैतर भाई को गिरफ्तार कर के गलती की थी !… https://t.co/pG2ArNmRAh
— Isudan Gadhvi (@isudan_gadhvi) July 5, 2025
પહેલા ડેડિપાડા પછી રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા
અત્રે જણાવીએ કે, ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવતા તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમગ્ર કેસ મામલે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને 3 વાગ્યે ડેડિપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી નર્મદાના રાજપીપળાની એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ ગાડી સામે હંગામો મચાવ્યો હતો જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, આ બધાની વચ્ચે પોલીસ તેમને રાજપીપળા લઈ ગઈ હતી.
કેજરીવાલે ભાજપ પર કર્યા પ્રહાર
આ મામલે કેજરીવાલે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ''ગુજરાતમાં ભાજપ દ્વારા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. વિસાવદર પેટાચૂંટણીમાં આપ સામે હાર બાદ ભાજપ ગુસ્સે છે, જો તેઓ વિચારે છે કે આપ આવી ધરપકડથી ડરી જશે, તો આ તેમની સૌથી મોટી ભૂલ છે''
ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા છે કે, ''ચૈતર સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં, પોલીસે તેમની ફરિયાદ સાંભળી નહીં અને તેમની સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ અને વહીવટીતંત્રે ભાજપ સાથે મળીને લોકશાહીની હત્યા કરી છે, ચૈતરને તેમના વકીલને પણ મળવા દેવામાં આવ્યા ન હતા''.
સંજય વસાવાએ શું કહ્યું ?
સંજયએ દાવો કર્યો છે કે, ''ચૈતરે મીટિંગ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો, કાચ તોડ્યો અને ફોન ફેંક્યો હતો અને મારપીટ કરી હતી, અને ચૈતરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી''





