અમદાવાદના દાણીલીમડામાં છ મહિના પહેલા સગીરાની એકલતાનો લાભ લઇને આઘેડે ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. જેમાં આરોપીએ સગીરાને મકાન ખાલી કરાવી દઇશ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તે ગભરાઇ જતા કોઇને જાણ કરી ન હતી. પરંતુ સગીરાને દુખાવો થતા હોસ્પિટલમાં લઇ જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે સગીરાના માતા-પિતાએ આઘેડ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દાણીલીમડામાં 14 વર્ષની સગીરા પરિવાર સાથે રહે છે. જેમાં તેના માતા-પિતા મજૂરીકામ કરે છે. જેમાં સગીરાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં લઇ જતા તે ગર્ભવતી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી માતા-પિતાએ સગીરાની પૂછપરછ કરતા છ મહિના પહેલા તેના માતા-પિતા કામઅર્થે ગયા હતા. ત્યારે સગીરા એકલી હતી તેની એકલતાનો લાભ લઇને 50 વર્ષીય મોહમદ ઇરફાન નફીસ અહેમદ ખલીફાએ સગીરાને ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. ત્યારે આ બાબતે કોઇને કહીશ તો મકાન ખાલી કરાવી દઇશ અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. જેથી સગીરાએ ગભરાઇ જતા તેને કોઇને જાણ કરી ન હતી. પરંતુ દુખાવો થતા હોસ્પિટલ લઇ જતા પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





