ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ દિન રહ્યો, કારણ કે રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ સહિતના મંત્રીઓએ પોતાના કાર્યાલયમાં વિધિપૂર્વક પ્રવેશ કર્યો અને કાર્યભાર સંભાળ્યો. તેઓએ શનિવાર બપોરે સાથે 12:39 વાગ્યે નાયબ મુખ્યમંત્રી તરીકે પદનો પદ સત્તાવાર રીતે સંભાળ્યો હતો.
કાર્યાલયને ખાસ રીતે શણગારવામાં આવ્યું
કાર્યાલયને ખાસ રીતે શણગારવામાં આવ્યું હતું, જ્યાં ધાર્મિક વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું. હર્ષ સંઘવીએ આ પ્રસંગે ભગવાનની આરાધના કરીને સમગ્ર ગુજરાતના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી. કાર્યાલયમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને સમર્થકોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં કાર્યભાર લીધો હતો.
"મને જે વિભાગો ફાળવાયા છે, તેની...''
કાર્યભાર સંભાળ્યા પછી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે: "મને જે વિભાગો ફાળવાયા છે, તેની કામગીરીનું હું નિરીક્ષણ કરીશ અને નિયમિત રીતે અધિકારીઓ સાથે બેઠકો યોજીશ જેથી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા લાવી શકાય."
નવી આશાઓ જગાઈ...
હર્ષ સંઘવીની રાજકીય છબી એક યુવા, દૃઢ અને લોકોના પ્રશ્નો માટે લડતા નેતા તરીકે જામી છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂકથી રાજકીય વર્તુળોમાં નવી આશાઓ જગાઈ છે. હવે લોકો આશા રાખી રહ્યા છે કે હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં યુવાનો, ઉદ્યોગ, સુરક્ષા અને સંચાલનમાં નવા આયામો ઉમેરાશે.






