ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં કેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ગુજરાત સરકાર પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ કરવા માંગતી નથી, ડીપીઆર વર્ષ 2017નો છે અને કેન્દ્ર કે રાજ્ય સરકારને પ્રોજેકટ વધારવામાં રસ નથી, આદિવાસીઓની લાગણીને ઉશ્કેરવી કોઈ રીતે યોગ્ય નથી''
''...મનમોહન સિંહની સરકારે મંજૂરી આપી હતી''
ઋષિકેશ પટેલે કહ્યું કે, ''કોંગ્રેસ દ્વારા નર્મદા તાપી લિંક પ્રોજેકટને મંજૂર કરાયો હતો, મનમોહન સિંહની સરકારે મંજૂરી આપી હતી જ્યારે ગુજરાતની ભાજપ સરકારે રદ કર્યો હતો
''12 લાખ કૃષિવીજ જોડાણને લાભ મળ્યો છે''
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ''8 કલાકના બદલે 10 કલાક સૌરાષ્ટ્રમાં વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો, જેનાથી 12 લાખ કૃષિવીજ જોડાણને લાભ મળ્યો છે. ત્યારે હવે મહેસાણા જિલ્લાના 43 હજાર કૃષિ વીજ જોડાણને 10 કલાક વીજળી અપાશે'' વધુમાં પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ''ઘાસચારાનું 75 ટકા વાવેતર થયું છે ત્યારે 8ની જગ્યાએ 10 કલાક વીજળી આપવાની જાહરાત કરી છે, 97.28 ટકા વાવેતર થયું છે. જેમાં કપાસમાં ચાલુ વર્ષે 81.23 વાવેતર થયું છે. જ્યારે ડાંગરમાં 8.44 લાખ હેક્ટર વાવેતર થયું છે.
''પશુઓમાં રસીકરણ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ''
લમ્પી વાયરસને લઈ મંત્રીએ કહ્યું કે, ''બનાસકાંઠામાં પશુઓમાં રસીકરણ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. પશુમાં લમ્પી વાયરસ દેખાયો છે, જેનાથી 9 પશુઓના મોત થયા છે''






