ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ઓબીસી સમાજ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મહત્વનો નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ''પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે અને નિર્ણય ત્યાંથી લેશે પરંતુ સમાજ માટે જે કરવાનું થતું હશે તે કરીશું અમે સરકારમાં બેઠા છીએ''
કુંવરજી બાવળીયાએ શું કહ્યું?
ભવિષ્યમાં OBC સમાજના મુખ્યમંત્રી બનશે તેના જવાબમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, ''કોઈપણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે. લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યા માંગણી કરે અને એનો હક્ક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય એમા કોઈ વિષય નથી''
''પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે''
ગઢડા ખાતે કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહમાં કાર્યક્રમમમાં મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે, ''પ્રદેશ પ્રમુખનો વિષય રાજકીય છે, એ નિર્ણય ત્યાંથી લેશે. પરંતુ સમાજ માટે જે કઈ કરવાનું થતું હશે તે કરીશું અમે સરકારમાં બેઠા છીએ. અમારી પાસે જે વિભાગો છે, આમ તો સમગ્ર ગુજરાતની જવાબદારી છે. પરંતુ સમાજના લોકો અપેક્ષા લઈને આવતા હોય ત્યાં અમે પૂરા પ્રયત્નો કરતા હોઈ છીએ.






