Home Gujarat Minister Harsh Sanghvi Solving The Problems Through E Mail

ઈ-મેઈલનાં માધ્યમથી પ્રશ્નોનું નિવારણ કરતા મંત્રી હર્ષ સંઘવી : એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ - 2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો મળી

ઈ-મેઈલનાં માધ્યમથી પ્રશ્નોનું નિવારણ કરતા મંત્રી હર્ષ સંઘવી
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 10:17 AM IST

ડિજીટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરીને સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડિજીટલ માધ્યમથી પ્રશ્નોના નિરાકરણ લાવી રહ્યા છે. એક વર્ષમાં ઇ મેઇલ પર કુલ - 2533 પ્રશ્નો તેમજ રજૂઆતો સામાન્ય નાગરિકો તરફથી મંત્રી હર્ષ સંઘવીને મળી છે જેમાં ખૂબ ટૂંકા સમયમાં મોટા પ્રમાણમાં રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે.

રાજ્યના કોઈ પણ નાગરિક કે જનપ્રતિનિધિ ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પ્રશ્નો અને રજૂઆતો માટે ગાંધીનગર ઓફિસ સુધી જવું ન પડે અને ઈ-મેઈલ દ્વારા પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે તે માટે ઈ મેઈલ પર આવેલી ફરિયાદો અને રજૂઆતોના ત્વરિત નિરાકરણ ઉપર પણ ખાસ ભાર મૂક્યો છે.

રાજ્યના નાગરિકો [email protected] ઈ-મેઈલ આઈડી પર ગૃહ, વાહન-વ્યવહાર અને રમત-ગમત વિભાગ સંબંધિત પોતાના પ્રશ્નો, નિમંત્રણ તેમજ રજૂઆતો મોકલી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, મંત્રી હર્ષ સંઘવી પોતે દરરોજ મળતા ઈ-મેઈલની સમીક્ષા કરે છે અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ પાઠવે છે. સાથે સાથે, દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં સમીક્ષા બેઠક યોજીને, રજૂઆત થયેલા મુદ્દાઓના ઉકેલ અને પ્રગતિ અંગે પણ બારીક સમીક્ષા કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now