મનરેગા કૌભાંડને લઈ ચર્ચામાં રહેલા મંત્રી બચુ ખાબડને ભાજપે હજુ સુધી હકાલ પટ્ટી તો નથી ખરી પરંતુ તમામ જાહેર કાર્યક્રમોમાં સ્ટેજથી વંચિત કરી દીધા છે. ત્યારે બચુ ખાબડનું પત્તુ સરકારમાં કપાવવાનું લગભગ નક્કી છે પરંતુ ક્યારે કપાશે તેની કોઈ વિગતો નથી. બચુ ખાબડ છેલ્લા કેટલાક સમયથી ગાયબ છે કે, ગાયબ કરવામાં આવ્યા ? તે પણ એક મોટો સવાલ છે. કારણ કે, સરકારના એક પણ કાર્યક્રમના આમંત્રણ કાડમાં નામ નથી હોતું તેમજ તેઓ કોઈપણ કાર્યક્રમમાં નજરે પણ નહી પડતા. જો કે, અત્યારે તાજી તાજી આવેલી અપડેટ મુજબ 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં પણ બચુ ખાબડની બાદબાકી હોવાની વિગતો સામે છે.
સ્ટેજ વંચિત બચુ ખાબડનું મંત્રી પદ ગમે ત્યારે ઉતરી જશે?
દાહોદના મનરેગા કૌભાંડ વચ્ચે બચુભાઈ ખાબડને 15 ઓગસ્ટ કાર્યક્રમમાંથી દૂર રખાયા છે. રાજ્ય સરકારે જાહેર કરેલી ધ્વજવંદન યાદીમાં બચુભાઈ ખાબડનું નામ ગાયબ છે. ત્યારે મંત્રીપદ પરથી જવાની સંભાવના પર ચર્ચાઓ તેજ થઈ છે. સાથો સાથ વિધાનસભા સત્રમાં પ્રશ્નોના જવાબ આપવાની તક પણ તેમનીા નહીં મળે તેવી શક્યતાઓ છે.
''દાગદાર નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી તો થશે પણ...''
મનરેગા કૌભાંડમાં બચુ ખાબડાના બને દીકરાઓની ધરપકડ બાદથી બચુ ખાબડ સરકાર અને પક્ષના કાર્યક્રમોથી દૂર છે, ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની નીતિ અને રણનીતિ બન્ને આ મામલે દેખાઇ રહી છે. ભ્રષ્ટાચારનો દાગ દૂર ના થાય ત્યાં સુધી અંતર જાળવવાની સૂચના અપાઇ તેમજ ભ્રષ્ટ અધિકારીઓની જેમ જ હવે દાગદાર નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી મામલો શાંત થયા પછી કરાશે તેવી પણ રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે.
15 ઓગસ્ટ - ધ્વજવંદન સ્થળો અને મંત્રીઓ
CM ભુપેન્દ્ર પટેલ – અમદાવાદ, સરદાર પટેલ સ્ટેડિયમ
હર્ષ સાંઘવી – સુરત
કનુ દેસાઈ – વડોદરા
કુબેર ડિંડોર – બનાસકાંઠા
રાઘવજી પટેલ – રાજકોટ
અન્ય મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં ધ્વજવંદન કરશે






