Home Gujarat Minister Arjun Modhwadia Meets Pm Modi In Delhi

દિલ્હીમાં PM મોદી સાથે મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી મુલાકાત : રાજકીય અને વહીવટી વર્તુળોમાં શરૂ થઈ ખાસ ચર્ચા

દિલ્હીમાં PM મોદી સાથે મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 12:40 PM IST

Arjun Modhwadia PM Modi meeting : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ તેઓ પહેલી વાર દિલ્હીમાં PM મોદી સાથે મળ્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા

મુલાકાત બાદ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી જણાવ્યું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉષ્માભરી મુલાકાત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તેમણે લખ્યું કે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન તેમના જીવનમાં નવી ઊર્જા ભરે છે અને રાષ્ટ્ર તથા લોકોની સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે'.

'રાષ્ટ્ર પ્રથમની ભાવનાનો તેમને ઊંડો અનુભવ થયો'

અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી લખ્યું કે, 'PM મોદીના શબ્દોમાં રહેલી ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાનો તેમને ઊંડો અનુભવ થયો હતો. સાથે જ પ્રધાનમંત્રી દ્વારા વિકસિત ભારત 2047 અને ગુજરાત @75 જેવા ભવિષ્યનિર્માણના વિઝન અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું'. તેમની આ મુલાકાતે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખાસ ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ