મધ્ય ગુજરાતમાં સાંજનો સમય વંટોળ્યો રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં જાણે કે મીની વાવાઝોડું આવ્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું.
આ દરમિયાન વડોદરાની વાત કરીએ વાવાઝોડાના કારણે શહેરમાં નુકસાનીના પણ અનેક દ્રશ્યો જોવા મળ્યા છે. નાગરવાડા ચાર રસ્તા પાસે બ્રીજ કોર્નર નામની જર્જરીત ઇમારત નો ભાગ થયો ધરાશાઈચાલ ટુવીલર ને ફોરવીલર નુકસાન થવામાં આવ્યું..સોમતળાવ વિસ્તારમાં આવેલ ફ્લેટની સાઇટને નુકસાન થયું છે. સાઇટ પર લગાવેલ કાચ જાહેર માર્ગ પર તૂટ્યા.જેમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે. રસ્તેથી પસાર થતા વાહનો ચાલકો ને ભારે હાલાકી...ઝીરો વિઝીબિલીટી ને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા.
આપને જણાવી દઈએ કે કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે ઝાડ પડચા 3થી 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું ...જ્યારે નંદેસરીમાં હાઈ ટેન્શન વીજ લાઈનનું ટાવર નમી પડયું હતું.... ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા અને
ચામુંડા નગર તરફનો મેઇન રોડ બંધ કરવામાં આવ્યો. વડોદરાના નવા બજાર વિસ્તારમાં રોકડનાથ મંદિર પાસે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે પાણી પણ ભરાઈ ગયા હતા.
વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ
વડોદરા શહેરના રાજમહેલ પાસે આવેલા એક વૃક્ષ એકાએક નમી પડતા પસાર થઈ રહેલ એક ફોરવીલર પર વૃક્ષ ધરાશાયી થયું છે. જેમાં બે વ્યક્તિ સવાર હોય તેઓને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને કારને પણ ખાસુ નુકસાન પહોંચ્યું હતું.





