Home Gujarat Mgvcl Vehicle Breaks Through Wall Of House In Vadodara

વડોદરામાં MGVCLની ગાડી મકાનની દીવાલ તોડી ઘરમાં ઘૂસી : ચાર કર્મચારીઓ ફરાર, મોટી જાનહાની ટળી

વડોદરામાં MGVCLની ગાડી મકાનની દીવાલ તોડી ઘરમાં ઘૂસી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 07:09 AM IST

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આજે રફ્તારનો આતંક જોવા મળ્યો હતો. બંસલ મોલ સામે મુખ્ય માર્ગ પર MGVCLની સરકારી ગાડી ડિવાઈડર તોડીને સીધી જ રહેણાંક મકાનની દીવાલ તોડી ઘરમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે અને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

વડોદરામાં રફ્તારનો આતંક

પ્રાપ્ત માહિતી મુજબ, MGVCLની ગાડી પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે બંસલ મોલ પાસે અચાનક ચાલકનું સ્ટિયરિંગ પરથી નિયંત્રણ છૂટી ગયું હતું. ગાડીની ઝડપ એટલી વધુ હતી કે તે રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પરથી ઉછળી ગઈ અને જોરદાર ધડાકા સાથે મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે દીવાલનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને વાહન મકાનના આંગણામાં ઘૂસી ગયું હતું.

ચારેય કર્મચારીઓ ગાડી સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા

અકસ્માતનો જોરદાર અવાજ સંભળાતા આસપાસના રહીશો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં ઘટનાસ્થળે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ગાડીમાં MGVCLના ચાર કર્મચારીઓ સવાર હતા. આશ્ચર્યજનક રીતે, અકસ્માત બન્યા બાદ ચારેય કર્મચારીઓ ગાડી સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ વધુ શંકા અને રોષ ઊભો કર્યો છે.

પોલીસે સરકારી વાહનનો કબજો મેળવ્યો!

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત સરકારી વાહનનો કબજો લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વધુ ઝડપ અને બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ વિસ્તારના રહીશો દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now