Home Gujarat Meteorological Department Predicts Seven Days Of Rain Heavy In This District

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ! : હવામાન વિભાગે કરી સાત દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં 'ભારે'

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ!
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 11:49 AM IST

રાજ્યમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદ સાથે ગાજવીજ અને પવન પણ જોવા મળી શકે છે.


હવામાન વિભાગની આગાહી

1 જૂનથી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો.. આંકડાઓ મુજબ આ વર્ષે ચોમાસો સક્રિય રહ્યો છે, જેના કારણે ખેતી માટે પૂરતું પાણી મળ્યું છે. જોકે સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ખેતરમાં પાણીનું યોગ્ય નિયંત્રણ રાખવાની અને પાકને નુકસાનથી બચાવવા પગલાં ભરવાની વિનંતી કરવામાં આવી છે.


અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદનું હાલનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ધમધોકાર વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now