ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ''આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર વધશે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે''
અમદાવાદમાં વરસાદની આગાહી
આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ પણ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 2 જુલાઈ અને 3 જુલાઈના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ખાસ આગાહી કરવામાં આવી છે, ટૂંકમાં આગામી આખું અઠવાડિયામાં ભારે વરસાદ શક્યતાઓ છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જીલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
આજના દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારમાં ઉપર હવામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયો છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા અને ભારે પવન (30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે) સાથે વરસાદ પડે તેવી શક્યતા છે.
પાલિકાની ચૂંટણી પહેલા કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી: સુરતના કાપોદ્રા મેઈન રોડ પર ભરઉનાળે મસમોટો ભુવો પડ્યો


_9bf8442a-6ccd-4764-be36-e253c0719b0c.jpg)



