Home Gujarat Meteorological Department Has Predicted

ઠંડી જામશે, શિયાળો ખીલશે! : 1 ડિસેમ્બર સુધી હવામાન કેવું રહેશે? હવામાન વિભાગે કરી આગાહી

ઠંડી જામશે, શિયાળો ખીલશે!
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 03:05 PM IST

Gujarat Weather Update : ગુજરાત માટે હવામાન વિભાગે જાહેર કરેલી તાજી આગાહી મુજબ 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. આ સમયગાળા દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પવન ઉત્તરથી ઉત્તર–પૂર્વ દિશામાંથી 15 થી 20 નોટની ઝડપે ફૂંકાશે.

ઓછું તાપમાન નલિયામાં નોંધાયું

અમદાવાદમાં આઓછું તાપમાન નલિયામાં નોંધાયુંજે મુખ્યત્વે ચોખ્ખું આકાશ રહેશે અને શહેરનું ન્યૂનતમ તાપમાન આશરે 19°C સુધી રહેશે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું, જ્યાં પારો 11°C સુધી ઉતરી ગયો હતો, જે સામાન્ય કરતાં 3.5°C ઓછું છે.

'રાખના વાદળો ચીન તરફ વહી રહ્યા છે'

આ ઉપરાંત ઇથોપિયામાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટને કારણે ઊભા થયેલા રાખના વાદળોને લઈને હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ એ કે દાસે જણાવ્યું છે કે રાખના વાદળો ચીન તરફ વહી રહ્યા છે અને ભારતના આકાશમાંથી મોડી સાંજ સુધીમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે. હાલ મુંબઈ મેટ્રોલોજીકલ સેન્ટરની વૉચ ઑફિસ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં પણ ભારત ઉપર કોઈ અસર નહીં થાય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ