Mercedes-AMG GLE Coupe Performance Edition : Mercedes-AMG એ ભારતીય બજારમાં તેની લક્ઝરી લાઇનઅપમાં વધારો કરતાં નવી GLE Coupe Performance Edition લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 1.52 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ એડિશનને ખાસ એવા ગ્રાહકો માટે તૈયાર કરી છે, જેમને શાનદાર ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ અને પાવરફુલ ચેસિસ જોઈતી હોય.
Mercedes-AMG GLE Coupe Performance Edition નું દમદાર એન્જિન અને પરફોર્મન્સ
આ નવી Coupe Performance Edition કારમાં 3.0-લિટરનું ઇનલાઇન-સિક્સ ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 435hp અને 560nm ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કારમાં 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ છે, જેના કારણે આ કાર માત્ર 5.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત છે.
Mercedes-AMG GLE Coupe Performance Edition ની ખાસ ડિઝાઇન અને ટેકનોલોજી
Mercedes-AMG GLE Coupe Performance Edition માં AMG ડાયનેમિક પ્લસ પેકેજ સ્ટાન્ડર્ડ તરીકે મળે છે, જે કારની સ્ટેબિલિટી અને કંટ્રોલમાં વધારો કરે છે. આમાં લાલ રંગના બ્રેક કેલિપર્સ અને 22-ઇંચના બ્લેક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે. બહારની બાજુએ મોટી ગ્રિલ, LED હેડલાઇટ્સ અને પાછળના ભાગમાં ડ્યુઅલ ટેલપાઇપ્સ કારની સુંદરતામાં વધારો કરે છે.
આ પણ ખાસ વાંચો : એપ્રિલ 2026 માં લોન્ચ થશે આ 5 પાવરફૂલ કારો! : SUV થી લઈને ઇલેક્ટ્રિક સેડાન સુધી, જાણો ફીચર્સ અને કિંમત
Mercedes-AMG GLE Coupe Performance Edition ના પ્રીમિયમ ફીચર્સ અને હાઇ-ટેક ઇન્ટિરિયર
કારની અંદર લક્ઝરીનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. Coupe Performance Edition માં 12.3-ઇંચની બે ડિસ્પ્લે છે, જે ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ પેનલનું કામ કરે છે. આ સિવાય પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જર, અને ચાર અલગ-અલગ ઝોન માટે ક્લાઇમેટ કંટ્રોલ જેવા પ્રીમિયમ ફીચર્સ છે. મનોરંજન માટે તેમાં 13-સ્પીકરવાળી બર્મેસ્ટર ઓડિયો સિસ્ટમ પણ આપવામાં આવી છે.





