logo-img
Mercedes Benz Cla Electric To Be Launched In India Know About Premium Look And Superfast Charging

Mercedes-Benz CLA Electric ભારતમાં થશે લોન્ચ! : પ્રીમિયમ લુક અને સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે, જાણો કિંમત અને ફીચર્સ

Mercedes-Benz CLA Electric ભારતમાં થશે લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 24, 2026, 01:38 PM IST

Mercedes-Benz CLA Electric : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે (Mercedes-Benz) પોતાની શાનદાર ઇલેક્ટ્રિક સેડાન CLA Electric પરથી પડદો ઉઠાવ્યો છે. આ કાર માત્ર લુકમાં જ સુંદર નથી, પણ તેની ટેકનોલોજી અને રેન્જ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જો તમે એક એવી ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા છો જે લક્ઝરીની સાથે લાંબી રેન્જ આપે તો આ લેખ તમારા માટે છે.

લોન્ચિંગ અને બુકિંગની વિગત

મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં પોતાની આ પ્રીમિયમ સેડાન રજૂ કરી દીધી છે. જે ગ્રાહકો આ કાર ખરીદવા ઈચ્છે છે, તેમના માટે 10 માર્ચથી પ્રી-બુકિંગની પ્રક્રિયા શરૂ થશે. જોકે, કારની સત્તાવાર કિંમતોનો ખુલાસો એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹60 લાખની આસપાસ હોઈ શકે છે.

દમદાર બેટરી અને સુપરફાસ્ટ રેન્જ

આ કારની સૌથી મોટી ખાસિયત તેની બેટરી ક્ષમતા છે. તેમાં 85kWh ની મોટો બેટરી આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે, ફુલ ચાર્જ પર આ કાર 792 કિમી સુધીની રેન્જ આપે છે. સૌથી આકર્ષક વાત એ છે કે, તેના અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ (240 kW) થી માત્ર 20 મિનિટના ચાર્જમાં 400 કિમી સુધી મુસાફરી કરી શકાય છે.

પાવરફુલ પર્ફોમન્સ

પર્ફોમન્સની બાબતમાં પણ CLA ઇલેક્ટ્રિક કોઈથી પાછળ નથી. તેની ઇલેક્ટ્રિક મોટર 268bhp નો પાવર જનરેટ કરે છે. આ સેડાન એટલી ઝડપી છે કે, તે માત્ર 6.7 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

આધુનિક ડિઝાઇન અને કલર ઓપ્શન્સ

ડિઝાઇનની વાત કરીએ તો, તેમાં 142 નાના બેકલાઇટ સ્ટાર્સવાળી ક્લોઝ્ડ-ઓફ ફ્રન્ટ ગ્રિલ અને સ્ટાર આકારના LED DRLs આપવામાં આવ્યા છે. આ કાર 5 આકર્ષક રંગોમાં ઉપલબ્ધ હશે, જે Patagonia Red, Clear Blue, Polar White, Alpine Grey અને Cosmic Black.

લક્ઝરી ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફીચર્સ

કારની અંદર તમને સાચી લક્ઝરીનો અનુભવ થશે. તેમાં 14-ઇંચની વિશાળ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે. આ સિવાય પેનોરેમિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જર અને સુરક્ષા માટે લેવલ 2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now