Home Gujarat Mehsana Gilosan Village Sarpanch Election Issue

ગ્રામ પંચાતની ચૂંટણીમાં 'ચૂંટણી પંચ નિદ્રાધીન' હતું? : 19 વર્ષ અને 8 મહિનાની યુવતીને બનાવી દીધી સંરપંચ

ગ્રામ પંચાતની ચૂંટણીમાં 'ચૂંટણી પંચ નિદ્રાધીન' હતું?
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 08:43 AM IST

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી 22 જૂને યોજાઈ ગઈ, અને જેનો પરિણામ 25 જૂને આવી ગયા છે. જો કે, આ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચની મોટી બેદરકારી સામે આવી છે. જો કે, સામાન્ય રીતે વિપક્ષ ચૂંટણી પંચ પર તેમજ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા હોય પરંતુ તે પુરાવાના અભાવે ખોટા સાબિત થતાં હોય છે, પરંતુ હવે મહેસાણાના ગિલોસણા ગામના સરપંચની ચૂંટણીનો મુદ્દો ગરમાયો છે. જ્યાં 19 વર્ષ અને 8 મહિનાની અફરોજબાનું નામની યુવતી સરપંચ બની ગઈ છે.
19 વર્ષની યુવતી સરપંચ બની!, ચૂંટણી પંચનું ધ્યાન ક્યાં?
મહેસાણાના ગિલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની અફરોજબાનું નામની યુવતીને સંરપંચની ચૂંટણી લડી અને જીતી પણ ગઈ છે. જો કે, જે યુવતીના આધારકાર્ડમાં 8 ડિસેમ્બર, 2004ની જન્મતારીખ લખેલી છે. જ્યારે LCમાં 7 જાન્યુઆરી, 2005ની જન્મતારીખ છે. જે મુજબ તેના 21 વર્ષ પૂરા નથી થતા. આમ નિયમો પ્રમાણે ચૂંટણી લડવા માટે 21 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. પરંતુ આ આખો મામલો ચૂંટણી પંચના ધ્યાન બહાર જ રહી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.
રાજીનામુ લેવાની કવાયત?
જો કે, દસ્તાવેજોમાં જન્મ તારીખમાં ફેરફાર હોવાના કારણે હવે યુવા સરપંચનું રાજીનામુ લેવાની કવાયત હાથ ધરી હોવાની વિગતો સામે આવી છે.
અફરોજબા શું કહ્યું?
આ સમગ્ર મામલે અફરોજબા કહ્યું કે, ''ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જે ફોર્મ હોય, તેમાં ક્યાંય જન્મ તારીખ લખવાની ન હતી. જેમાં ફક્ત ઉંમરનો ઉલ્લેખ કરવાનો હતો, જે મેં કર્યો છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now