Home Gujarat Mehsana Dudh Sagar Dairy Election For The First Time In Samaras

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલીવાર સમરસ : તમામ 15 ડિરેક્ટર બિનહરીફ જાહેર, રચાયો ઈતિહાસ!

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી પહેલીવાર સમરસ
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 11:55 AM IST

Dudhsagar Dairy Election : મહેસાણા જિલ્લામાં દૂધ સાગર ડેરીની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર બિનહરીફ અને સંપૂર્ણ સમરસ બની છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં મોટા પાયે ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ પાછા ખેંચાતા ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે.

તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા

કુલ 63 ઉમેદવારી ફોર્મમાંથી 4 ફોર્મ રદ્દ થતાં 59 ફોર્મ માન્ય ઠર્યા હતા. તેમાંથી 44 ઉમેદવારોએ આજના દિવસે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું, જેના કારણે 15 બેઠકો માટેના તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે.

મહેસાણા સહકારી ક્ષેત્રમાં ખુશી

આ સમરસ પ્રક્રિયા બાદ ફરી એકવાર અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન બનવાનું લગભગ નિશ્ચિત બન્યું છે. ડેરીની ચૂંટણીમાં આવી સમરસતા જોવાનું આ પ્રથમ જ પ્રસંગ છે, જેના કારણે ડેરી ક્ષેત્રમાં તેમજ મહેસાણા સહકારી ક્ષેત્રમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

'તમામ પશુપાલકોનો આભાર માનું છું'

અશોક ચૌધરીએ કહ્યું કે, 'મહેસાણા જિલ્લાના તમામ પશુપાલકોનો આભાર માનું છું. દૂધસાગર ડેરીમાં ભાજપની પેનલ સમરસ બની છે, ત્યારે આ ડેરીનો વિકાસ પણ ખૂબ જ સારો થશે. દૂધસાગર ડેરીનો સારો વિકાસ થાય તેમજ પશુ પાલકને દૂધના સારા ભાવ મળે તે માટે આખું નિયામક મંડળ કાર્ય કરશે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત