Home Gujarat Mehsana Bjp Seva Sankalp Samaroh Jagdish Vishwakarma

મહેસાણામાં ભાજપનો સેવા સંકલ્પ સમારોહ : જગદીશ વિશ્વકર્માએ કહ્યું, “આ જીત વિકાસ અને જનવિશ્વાસની જીત”

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: Apr 30, 2026, 12:26 PM IST

Gandhinagar News: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ,મહેસાણા ખાતે જિલ્લાના નવનિયુક્ત જનપ્રતિનિધિઓનો અભિવાદન અને સેવા સંકલ્પ સમારોહ યોજાયો હતો. જગદીશ વિશ્વકર્માએ જય ઉમિયા અને જય બહુચરના નાદ સાથે સંબોધનની શરૂઆત કરી હતી જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓએ ધમધોખતા તાપમાં મહેનત કરીને રાજ્યભરમાં કમળ ખીલવ્યું છે.

50 હજાર બૂથ પ્રમુખો અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ અને વરિષ્ઠ કાર્યકરોને તેમને વંદન કર્યા હતાં અને કહ્યું હતું કે, આ જીત ગુજરાતની સાડા છ કરોડ જનતાની છે, આ જીત વિકાસની છે, આ જીત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રજાના વિશ્વાસની છે. જનસમર્થન વિકાસને છે, જનસમર્થન ભાજપને છે, આ જીત ગુજરાતના બૂથ પ્રમુખોની જીત છે. કાર્યકર્તા ક્યારેય પૂર્વ થતો નથી. હોદ્દા પૂર્વ થાય, પદ પૂર્વ થાય, જવાબદારી પૂર્વ થાય, પરંતુ ભાજપનો કાર્યકર્તા ક્યારેય પૂર્વ થતો નથી. કાર્યકર્તા તરીકે લાંબા સમય સુધી જોડાયેલા રહેવાની ગૌરવપૂર્ણ પરંપરાને તેમણે ભાજપની સૌથી મોટી તાકાત ગણાવી.

આ પણ વાંચો: 34 વર્ષે યુવતીએ 'ભૂત' બનીને ખોલ્યું રહસ્ય? : અમદાવાદના બંધ મકાનમાંથી 20 ફૂટ નીચે મળ્યા માનવ કંકાલ, ક્રાઈમ બ્રાંચનો ચોંકાવનારો ખુલાસો

તેમણે જણાવ્યું કે, પક્ષના કપરા માં કપરા કાળમા મહેસાણા ભાજપ સાથે ઉભુ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના છે. આપણને ગૌરવ છે કે આપણા જિલ્લાનું નેતૃત્વ આજે દિલ્હીથી દેશનું નેતૃત્વ કરે છે. ભાજપનો કાર્યકર્તા 365 દિવસ સેવા અને સમર્પણના ભાવ સાથે ‘ચરૈવેતિ ચરૈવેતિ‘ ના મંત્ર સાથે કાર્યકરે છે. શ્રી મોદીજીએ માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ અને વિશ્વને નવી દિશા આપી છે. રાષ્ટ્રની સુરક્ષા મજબૂત બનાવવાની બાબત હોય, સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવી ખેડૂતોને સશક્ત કરવાની વાત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપે 52.5 ટકા જેટલા વોટ શેર સાથે ભવ્ય જીત મેળવી છે. છેલ્લા 25-30 વર્ષથી મળતું જનસમર્થન એ વિકાસની રાજનીતિનું પરિણામ છે, જે શ્રી મોદીજીએ દેશને આપી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર સતત પ્રજાના વિકાસ માટે કાર્યરત છે અને અતિવૃષ્ટિના સમયમાં સરકાર ખેડૂતોની વચ્ચે રહી મદદરૂપ બની છે. વિરોધ પક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ વિઝનરી નેતૃત્વ નથી. દેશને વિદેશમાં જઈને બદનામ કરવાની રાજનીતિ જનતા ક્યારેય માફ નહીં કરે. નારીશક્તિ વંદન અધિનિયમ જેવા મહત્વપૂર્ણ મુદ્દે પણ કોંગ્રેસે મહિલાઓનું અપમાન કર્યું છે, તેનો જવાબ જનતા આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 2027 અને 2029 ચૂંટણીઓમાં પણ ભાજપને વધુ પ્રચંડ સમર્થન મળશે. મ્યુ. કોર્પોરેશનમાં 15 માંથી 15, નગરપાલિકામાં 84 માંથી 76, જિલ્લા પંચાયતમાં 34 માંથી 33 અને તાલુકા પંચાયતમાં 260 માંથી 229 જીત સાથે ભાજપે 90 ટકા જેટલો સ્ટ્રાઈક રેટ હાંસલ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોટી દુર્ઘટના : કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ દરમિયાન ક્રેનનો કેબલ તૂટ્યો, એક શ્રમિકનું મોત; એક ગંભીર

મહેસાણા જિલ્લામાં ભાજપના પ્રભાવશાળી પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, નગરપાલિકામાં 52 માંથી 47, જિલ્લા પંચાયતમાં 42 માંથી 38, નગરપાલિકાની 160 માંથી 141 અને તાલુકા પંચાયતમાં 214 માંથી 172 બેઠકો પર વિજય મળ્યો છે. કુલ 467 માંથી 396 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ અને અન્યોના 5500 થી વધુ ઉમેદવારોની ડિપોઝીટ ગઇ છે.

તેઓએ ચુંટાયેલા સભ્યો અને કાર્યકરોને સતત જનતા સાથે જોડાયેલ રહી સેવા, સમર્પણ અને વિકાસના મંત્ર સાથે અવિરત કાર્યરત રહેવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર, પ્રદેશના મંત્રી સીતાબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ગીરીશ રાજગોર, પ્રભારી ભરતભાઇ ડાંગર, સાંસદ મયંક નાયક, સાંસદ હરિ પટેલ, જિલ્લા ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક રમણ પટેલ, ધારાસભ્યો, આગેવાનો, અગ્રણીઓ, ચુંટાયેલા સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now