અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા ફરી એકવાર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વેજલપુર વિસ્તારમાં સ્લમ એરિયા તરીકે નોડિફાઇડ થયેલી જગ્યાએ ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
બુલડોઝર કાર્યવાહી
માહિતી મુજબ, સ્લમ રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટ માટે નિયમ મુજબ પ્લાન મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 492 અસરગ્રસ્ત કબજેદારોનો સમાવેશ થાય છે. તેમાંના મોટા ભાગના કબજેદારોએ વિકાસ યોજના માટે સંમતિ આપી દીધી હતી, પરંતુ 27 અસરગ્રસ્ત કબજેદારો અસંમત રહ્યા હતા.
27 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું!
આ કારણે AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે 27 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું અને દબાણો દૂર કર્યા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. 27 પ્રકારના રહેણાંક બાંધકામોને ગેરકાયદે ગણાવી દૂર કરવામાં આવ્યા છે. મનપા તંત્રના જણાવ્યા મુજબ, વિકાસ યોજનાઓને સમયસર પૂર્ણ કરવા અને સુવ્યવસ્થિત હાઉસિંગ સુવિધા ઊભી કરવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદે દબાણો સામે આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.




















