મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર યોજાનારી મોકડ્રિલ અન્વયે તમામ મંત્રીઓ અને પ્રભારી સચિવઓ સંબંધિત જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરે તે માટેની સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ મંત્રીમંડળના સૌ મંત્રીઓને તેમને જિલ્લા પ્રભારી તરીકે સોંપવામાં આવેલા જિલ્લાઓમાં આ મોકડ્રિલના અનુસંધાને તંત્રની સજ્જતા અને મોકડ્રિલ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીના રિવ્યૂ કરવા માટે પણ સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકોમાં આ મોકડ્રિલને લઈને કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય અને આ મોકડ્રિલ એ માત્ર સુરક્ષા-સલામતીના ઉપાયોની સતર્કતાની જાણકારી માટે હાથ ધરાઈ રહી છે તેની સંબંધિત જિલ્લામાં ખાતરી કરવા પણ પ્રભારી મંત્રીઓ-પ્રભારી સચિવઓને મંત્રીમંડળની બેઠકમાં દિશાનિર્દેશો આપ્યાં હતા. રાજ્યમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં નાગરિકોએ રાખવાની થતી તૈયારીઓની પણ સમીક્ષા અને ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
તદઅનુસાર, બ્લેકઆઉટ માટેની તૈયારી અંતર્ગત ઘરની બારીઓને જાડા પડદા અથવા પૂંઠાથી ઢાંકવા, એલર્ટ દરમિયાન ઘરની અંદરની અને બહારની લાઇટ બંધ રાખવી, બારી નજીક મોબાઇલ ફોન તેમજ પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું જેવી બાબતો અંગે વિચારણા થઈ હતી. રાજ્ય મંત્રીમંડળની આ બેઠકે સેના અને સુરક્ષાદળોએ સફળતાપૂર્વક પાર પાડેલા ‘ઓપરેશન સિંદૂર’ માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






