અમદાવાદના નિકોલમાં સરદાર હોસ્પિટલમાં મેડીકલ સ્ટોરમાંથી દર્દીના સગાએ શ્વાસ લેવાનો પંપ લીધો હતો. થોડીવારમાં તે પરત આપવા ગયો પરંતુ બોક્સ તૂટેલ હોવાથી મેડિકલ સ્ટોરકર્મીએ પરત લેવાની ના પાડતા શખ્સે લોખંડના સ્ટૂલથી ફટકાર્યો હતો. આ અંગે કર્મીએ શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નિકોલમાં રહેતા રાજેશભાઇ વાઘેલા ઠક્કરનગર પાસે આવેલ સરદાર હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. ગત 1 જૂને રાત્રીના સમયે તે નોકરી પર હતો તે સમયે એક દર્દીનો સગો આવ્યો હતો. બાદમાં તેને શ્વાસ લેવા માટેનો પંપ માંગતા રૂપિયા લઇને રાજેશભાઇએ આપ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં શખ્સ પરત આવ્યો હતો અને પંપ પરત લઇ લો હવે નથી જોઇતો. જેથી રાજેશભાઇએ પંપનું બોક્સ તૂટેલ છે તેથી પરત નહિ લઉ તેમ જણાવ્યુ હતુ. ત્યારે શખ્સે ઉશ્કેરાઇને મારામારી કરવા લાગ્યો હતો. તેમજ લોખંડના સ્ટૂલથી રાજેશ પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે રાજેશે અજાણ્યા શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી: 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?





