Home Gujarat Md Drugs Caught Again Drugs Worth 52 Lakhs Seized Case Registered Against Four

ફરી ઝડપાયું MD ડ્રગ્સ : 52 લાખનું ડ્રગ્સ જપ્ત, ચાર સામે ગુનો દાખલ

ફરી ઝડપાયું MD ડ્રગ્સ
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 04:51 PM IST

અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે મોટું ડ્રગ્સ રેકેટ ઝડપી પાડ્યું છે. મધ્યપ્રદેશથી અમદાવાદ ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા કપલને ઝડપવામાં આવ્યા છે. આરોપીઓની પાસેથી અંદાજિત ₹52.50 લાખની કિંમતના એમડી (મેથેડ્રોન) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની દંપતી — અજય પ્રજાપતિ અને આનંદી ડામર — એમડી ડ્રગ્સનો જથ્થો લઇ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે મારફતે શહેર આવી રહ્યાં છે અને નારોલ વિસ્તારમાં કોઈ વ્યક્તિને ડિલિવરી આપવાની છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે નારોલ નજીક વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ એક યુવક અને મહિલા બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ સ્થિતિમાં દેખાયા. બંનેને અટકાવી તપાસ કરતાં તેમની થેલીમાંથી શંકાસ્પદ પાર્સલ મળ્યા. જ્યારે એફએસએલની ટીમે સ્થળ પર પહોંચી પાર્સલની ચકાસણી કરી, ત્યારે તેમાં રહેલું સફેદ પાવડર એમડી ડ્રગ્સ હોવાનું ખૂલ્યું.

પછાત વિસ્તારોમાંથી સંચાલિત ડ્રગ્સ નેટવર્ક
આગળી પૂછપરછમાં ખુલ્યું હતું કે, બંને આરોપી રતલામના છે અને શૈલા ગામના કાળુ નામના શખ્સ માટે કામ કરે છે. કાળુ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે. આનંદી અને અજય, અમદાવાદના વટવામાં રહેતા શાહરુખ નામના માફિયા માટે ડ્રગ્સ લાવતા હતા. શાહરુખ પોતે ક્યારેય સામાન લેવા આવતો ન હતો, પણ રિક્ષાચાલક સહયોગીઓ મારફતે ડિલિવરી કરાવતો હતો.

કબૂલાત મુજબ, તે અગાઉ પણ ત્રણ વાર કાળુના ઈશારે અમદાવાદમાં ડ્રગ્સ લઇને આવી ચૂકી છે. દરેક ખેપ માટે તેને હજારો રૂપિયાનું વળતર મળતું હતું.

અગાઉથી યોજાયેલ રેકેટ સામે કાર્યવાહી તેજ
ક્રાઇમ બ્રાન્ચે હાલમાં આનંદી, અજય, શાહરુખ અને કાળુ સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં અનેક નવા કડીઓ બહાર આવવાની શક્યતા છે અને ક્રાઇમ બ્રાન્ચ હવે રાજ્યમાંથી બહાર સુધી તપાસના દાયરાને વિસ્તૃત કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now