અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં આવેલી એક કાપડની દુકાનમાં આજે ભીષણ આગ લાગી હતી. સાંકડી પોળ અને નજીકમાં રહેણાંક હોવાથી વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાતાં લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી.
કાપડની દુકાનમાં ભીષણ આગ લાગી
માહિતી મળતા જ ફાયર વિભાગની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગની તીવ્રતા જોઈને આસપાસની દુકાનદારો અને રહેવાસીઓને સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે.
અફરાતફરીનો માહોલ
ફાયર બ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવા કામે લાગ્યા હતા છે. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ દુકાનમાં રહેલા કાપડનો મોટો જથ્થો બળીને ખાક થયો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો






