Home Gujarat Massive Fire Breaks Out At Yes Bank On Rajkots Racecourse Ring Road

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલી યસ બેંકમાં લાગી ભીષણ આગ : અફરાતફરીનો માહોલ સર્જાયો, શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણ

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલી યસ બેંકમાં લાગી ભીષણ આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 04:57 AM IST

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં સોમવારે રાત્રે આશરે 11:35 વાગ્યાના સમયે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ બેંક આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

બેંકનો શટર તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો

ફાયર વિભાગની ત્રણ ફાયર ફાઈટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેંક બંધ હોવાથી ફાયર ફાઈટરોને શટર તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. લગભગ એક કલાક જેટલી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

આગના કારણે બેંકના બારીના કાચ ફૂટી ગયા હતા તેમજ અંદરના ફર્નિચર, દસ્તાવેજો અને અન્ય સાધનોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. બનાવની ગંભીરતા જોતા પોલીસ દ્વારા તરત જ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે પોલીસના પીઆઈ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now