Maruti Suzuki Brezza Facelift : મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેની લોકપ્રિય SUV Brezzaનું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. જોકે કંપનીએ હજુ સુધી આ મોડલ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ નવી SUV ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત રોડ પર જોવા મળી છે. આ કારના બહારના લુકમાં ખૂબ જ સામાન્ય ફેરફાર હશે, પરંતુ તેના ફીચર્સ અને એન્જિનના ઓપ્શનમાં કંપની ઘણા મોટા અને મહત્વના અપડેટ્સ લાવવા જઈ રહી છે.
પાવરફુલ ટર્બો એન્જિન
નવી મારુતિ બ્રેઝા ફેસલિફ્ટમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર તેના બોનેટની અંદર એટલે કે એન્જિનમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, આ SUVમાં હવે ગ્રાહકોને બીજો પેટ્રોલ એન્જિન ઓપ્શન પણ મળશે. આમાં 1.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જે હાલમાં મારુતિની ફ્રોન્ક્સ કારમાં વપરાય છે. આ નવું એન્જિન કારમાં પહેલાથી મળતા 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જિનની સાથે ઓફર કરવામાં આવશે.
આ પણ ખાસ વાંચો : માત્ર ફેસલિફ્ટ નહીં! : નવી KTM 790 Dukeમાં મળ્યા એવા અપગ્રેડ્સ જે રાઇડિંગનો અનુભવ બદલી શકે
ટેક્સમાં મોટો ફાયદો
નવું ટર્બો એન્જિન 1200cc કરતાં ઓછું હોવાને કારણે કંપની અને ગ્રાહકોને નિયમ મુજબ ટેક્સમાં સારો લાભ મળશે. આ એન્જિનનું ટ્યુનિંગ ફ્રોન્ક્સ કાર કરતાં થોડું અલગ હોઈ શકે છે. ફ્રોન્ક્સમાં આ એન્જિન 100hp પાવર અને 147Nm ટોર્ક જનરેટ કરે છે. જો મારુતિ બ્રેઝામાં આ પાવર આઉટપુટ વધારે છે, તો તે સ્પીડ અને પરફોર્મન્સના શોખીનોને ખૂબ જ પસંદ આવશે. હાલની બ્રેઝામાં 103hp પાવર અને 136Nm ટોર્ક મળે છે.
અંડરબોડી CNG સેટઅપ
આ કારમાં બીજું એક મોટું અપડેટ અંડરબોડી માઉન્ટેડ CNG સેટઅપનું હશે. લીક થયેલા ફોટા પરથી કન્ફર્મ થયું છે કે, CNG સિલિન્ડર કારની નીચેના ભાગમાં એટલે કે ફ્લોરની નીચે ફિટ કરવામાં આવશે. આનાથી કારની અંદર સામાન રાખવા માટે વધુ જગ્યા મળશે અને બૂટ સ્પેસની સમસ્યા પૂરી થઈ જશે. CNG કાર ખરીદનારાઓ માટે આ એક મોટો ફાયદો સાબિત થશે. મારુતિએ અગાઉ તેની વિક્ટોરિસ કારમાં પણ આવું જ સેટઅપ આપ્યું છે.
આ પણ ખાસ વાંચો : EV ખરીદતા પહેલા જાણી લો આ મોટી હકીકત! : ચાર્જિંગ નહીં, હવે આ છે ઇલેક્ટ્રિક કાર માલિકોની સૌથી મોટી ચિંતા
પ્રીમિયમ ફીચર્સ અપગ્રેડ
મિકેનિકલ ફેરફારો સિવાય આ નવી કારના ફીચર્સ લિસ્ટમાં પણ શાનદાર અપગ્રેડ જોવા મળશે. મળતી માહિતી અનુસાર, બ્રેઝા ફેસલિફ્ટમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ આપવામાં આવશે. આ પ્રીમિયમ ફીચર કદાચ માત્ર મોંઘા વેરિયન્ટ્સ સુધી મર્યાદિત હોઈ શકે છે, પરંતુ ગરમીના દિવસો માટે આ ખૂબ જ ઉપયોગી ઉમેરો છે, કારણ કે માર્કેટની બીજી ઘણી હરીફ કાર્સમાં આ ફીચર પહેલેથી જ મળી રહ્યું છે.
આરામદાયક સીટ એડજસ્ટમેન્ટ
વેન્ટિલેટેડ સીટ્સની સાથે હવે આગળની સીટો માટે પાવર્ડ એડજસ્ટમેન્ટનો ઓપ્શન પણ મળી શકે છે. આ ફીચર અત્યાર સુધી બ્રેઝા કારમાં જોવા મળતું નહોતું. આ નવા બદલાવ અને આધુનિક ફીચર્સ સાથે નવી બ્રેઝા માર્કેટમાં હાજર અન્ય પ્રીમિયમ ગાડીઓને જોરદાર ટક્કર આપશે.





