Home Automobile Ktm 790 Duke Updated Version Launch July 2026

માત્ર ફેસલિફ્ટ નહીં! : નવી KTM 790 Dukeમાં મળ્યા એવા અપગ્રેડ્સ જે રાઇડિંગનો અનુભવ બદલી શકે

KTM 790 Duke
Image Credit: KTM
Published by: Aryan Shah
Last Updated: Jun 25, 2026, 02:15 AM IST

KTM 790 Duke : KTM કંપનીએ પોતાની લોકપ્રિય મિડલવેઇટ બાઇક KTM 790 Dukeનું નવું અને નોંધપાત્ર રીતે અપડેટેડ વર્ઝન રજૂ કર્યું છે. આ નવી બાઇકમાં કંપનીએ લુક અને હાર્ડવેરની દ્રષ્ટિએ ઘણા મોટા ફેરફાર કર્યા છે. જોકે આ બાઇકનું મુખ્ય એન્જિન પહેલા જેવું જ રાખવામાં આવ્યું છે, પણ રાઇડરની સુવિધા અને બાઇકના પરફોર્મન્સને વધુ સારું બનાવવા માટે ઘણા ફેરફાર થયા છે. આ શાનદાર બાઇક જુલાઈ 2026ના અંતથી આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે.

બેસવાની પોઝિશનમાં સુધારો

આ નવી બાઇકને ચલાવવામાં વધુ આરામદાયક બનાવવા માટે તેના એર્ગોનોમિક્સમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. કંપનીએ આમાં નવું હેન્ડલબાર આપ્યું છે જેનો એંગલ વધુ ખુલ્લો છે. આ સાથે જ રાઇડર અને પાછળ બેસનાર વ્યક્તિ માટે ફૂટપેગ્સની જગ્યા પણ બદલવામાં આવી છે. સીટની ડિઝાઇનમાં પણ ફેરફાર કરાયો છે જેથી રાઇડિંગ પોશ્ચર વધુ કુદરતી અને કમ્ફર્ટેબલ રહે. બાઇકમાં નવું સબફ્રેમ, સુધારેલ ટ્રિપલ ક્લેમ્પ્સ અને નવો ઇંધણ ટાંકીનો આકાર આપવામાં આવ્યો છે. આ બધા ફેરફારોને કારણે બાઇક દેખાવમાં મોટી લાગે છે, પણ તેનું વજન પહેલા કરતા 2 kg ઓછું થઈ ગયું છે.

આ પણ ખાસ વાંચો : રૂ.8 લાખથી પણ ઓછી કિંમતે ટર્બો SUV! : Renaultએ પ્રીમિયમ ફીચર્સ સાથે Kigerના નવા વેરિઅન્ટ કર્યા લોન્ચ

આક્રમક અને આધુનિક લુક

જો દેખાવની વાત કરીએ તો આ નવી મોટરસાઇકલ હવે KTMની મોટી પ્રીમિયમ બાઇક્સ જેવી જ આધુનિક ડિઝાઇન ભાષા સાથે સુસંગત દેખાય છે. આમાં નવી ડિઝાઇનવાળી LED હેડલેમ્પ, શાર્પ બોડી પેનલ્સ, મોટું ફ્રન્ટ કાઉલ અને વધુ આકર્ષક ઇંધણ ટાંકી આપવામાં આવી છે. આ તમામ અપડેટ્સને કારણે બાઇકનો લુક પહેલા કરતા વધુ આક્રમક અને સ્ટાઇલિશ લાગે છે.

દમદાર અને પાવરફુલ એન્જિન

નવી KTM 790 Dukeમાં પાવર માટે Euro 5+ નિયમોને અનુરૂપ 799ccનું લિક્વિડ-કૂલ્ડ, પેરેલલ-ટ્વીન LC8c એન્જિન આપવામાં આવ્યું છે. આ પાવરફુલ એન્જિન 105hpનો મેક્સિમમ પાવર અને 87Nmનો ટોર્ક જનરેટ કરે છે. કેટલાક ખાસ દેશોના બજારો માટે આ બાઇકનું 95hp વાળું વર્ઝન પણ લાવવામાં આવશે. આ એન્જિન સાથે 6-speed ગિયરબોક્સ અને સ્લિપ-એન્ડ-સિસ્ટ ક્લચ જોડવામાં આવ્યા છે, સાથે તેની એક્ઝોસ્ટ સિસ્ટમમાં પણ સુધારો કરાયો છે.

આ પણ ખાસ વાંચો : Tataની નવી Sierra EVએ રણમાં કર્યું ડૂન બેશિંગ : પ્રીમિયમ ફિચર્સ અને લક્ઝુરિયસ લુક સાથે આ દિવસે માર્કેટમાં મચાવશે ધમાલ

નવું હાર્ડવેર અને શાનદાર બ્રેક્સ

બાઇકના સસ્પેન્શન અને બ્રેકિંગ સિસ્ટમને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આમાં WP APEX સસ્પેન્શન છે જેમાં આગળની તરફ 43 mm અપસાઇડ-ડાઉન ફોર્ક અને પાછળ એડજસ્ટેબલ પ્રીલોડ સાથે રીઅર મોનોશોક આપવામાં આવ્યા છે. તેને સેટ કરવા માટે નવી 5-click સિસ્ટમ આપવામાં આવી છે જે ખૂબ સરળ છે. બ્રેકિંગ માટે જૂની J.Juan સિસ્ટમના બદલે હવે WP દ્વારા વિકસાવવામાં આવેલ નવું રેડિયલ સેટઅપ મળશે જે બાઇકને શાનદાર સ્ટોપિંગ પરફોર્મન્સ આપે છે. આ સિવાય બાઇકમાં WP સ્ટીયરિંગ ડેમ્પર અને Pirelli Diablo Rosso IV ટાયર સ્ટાન્ડર્ડ તરીકે મળશે. ગ્રાહકોના ફીડબેકના આધારે કંપની હવે પછીના મોડલોમાં 'Demo Mode' ફીચર બંધ કરી દેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now