Home Automobile India Top 5 Most Expensive 200cc Bikes Ahmedabad Price

નવી 200cc ની બાઇક ખરીદવી છે અને બજેટ 2 લાખનું છે? : આ 5 પ્રીમિયમ બાઇક્સ બની શકે છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

200cc bike options
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: Jun 01, 2026, 06:28 AM IST

200cc bike options : ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં 200cc સેગમેન્ટની મોટરસાઇકલ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આ કેટેગરી એવા ખરીદદારોને આકર્ષે છે જેમને સામાન્ય કમ્યુટર બાઇક કરતાં વધુ પાવર અને રેસિંગનો અનુભવ જોઈતો હોય, પણ સાથે જ રોજિંદા વપરાશ માટે માઇલેજ પણ બગડે નહીં. આ બાઇક્સ પાવરફુલ પરફોર્મન્સની સાથે આધુનિક ટેકનોલોજી પણ પ્રદાન કરે છે. જો તમે પણ આ સેગમેન્ટમાં પ્રીમિયમ ઓપ્શન શોધી રહ્યા છો, તો અહીં ભારતની 5 સૌથી મોંઘી 200cc બાઇક્સની વિગતવાર માહિતી કિંમતના ચડતા ક્રમમાં આપવામાં આવી છે. આ તમામ કિંમતો અમદાવાદની એક્સ-શોરૂમ કિંમતો છે.

1. Hero Xpulse 200 4V (કિંમત : રૂ. 1.43 થી 1.56 લાખ) ખરાબ અને પથરાળ રસ્તાઓ પર સવારી માટેનો બેસ્ટ ઓપ્શન

Hero Xpulse 200 4V એ એક શાનદાર ડ્યુઅલ-પર્પઝ ઑફ-રોડ બાઇક છે. આ બાઇકમાં 199.6cc નું સિંગલ-સિલિન્ડર, ઓઇલ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 19.1hp નો પાવર અને 17.35Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સેગમેન્ટમાં આ એકમાત્ર એવી બાઇક છે જે સિટી રાઇડિંગની સાથે પ્રોફેશનલ ઓફ-રોડિંગ માટે પણ એટલી જ સક્ષમ છે. તેનું ઊંચું સ્ટેન્સ, લાંબી મુસાફરી માટેનું સસ્પેન્શન, આગળનું 21-ઇંચનું સ્પોક વ્હીલ અને 220mm નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને પહાડી અને તૂટેલા રસ્તાઓ માટે શ્રેષ્ઠ બનાવે છે. ફીચર્સની વાત કરીએ તો, તેમાં રોડ, ઓફ-રોડ અને રેલી જેવા ત્રણ રાઇડિંગ મોડ્સ મળે છે. આ ઉપરાંત બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, LED લાઇટિંગ અને નકલ ગાર્ડ્સ જેવા કામના ફીચર્સ આ બાઇકને વધુ ખાસ બનાવે છે. તેના પ્રો વેરિઅન્ટમાં સસ્પેન્શન વધુ મોટું મળે છે, જોકે તેની સીટની ઊંચાઈ 891mm જેટલી વધારે છે.

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે મારુતિનો માસ્ટરસ્ટ્રોક!: 5 જૂને મારુતિ સુઝુકી આ ગાડી પરથી ઉઠાવશે પડદો

2. Honda NX200 (કિંમત: રૂ. 1.56 લાખ) લાંબી મુસાફરી અને હાઇવે રાઇડિંગ માટે ઉત્તમ મોડલ

Honda NX200 (જે ભારતમાં પહેલા હોન્ડા CB200X તરીકે જાણીતી હતી) એ કંપનીની એક ક્વાસી-ADV બાઇક છે, જે હોર્નેટ 2.0 પ્લેટફોર્મ પર આધારિત છે. આ બાઇકમાં 184.4cc નું એન્જિન છે, જે 17hp પાવર અને 15.7Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ સાથે જોડાયેલું છે. હીરો એક્સપલ્સથી વિપરીત, હોન્ડા NX200 ઓફ-રોડિંગ કરતાં હાઇવે અને સિટી રોડ પર લાંબી મુસાફરી કરવા માટે વધુ આરામદાયક છે. લાંબી સવારી દરમિયાન રાઇડર થાકી ન જાય તે રીતે તેની સીટિંગ પોઝિશન ડિઝાઇન કરવામાં આવી છે. આ બાઇકમાં 4.2-ઇંચની કલર LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે કોલ અને એસએમએસ એલર્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત ફોન ચાર્જ કરવા માટે USB ટાઇપ-C પોર્ટ અને સેફ્ટી માટે ડ્યુઅલ-ચેનલ ABS સ્ટાન્ડર્ડ તરીકે મળે છે.

3. Bajaj Pulsar RS200 (કિંમત: રૂ. 1.71 લાખ) આકર્ષક સ્પોર્ટ્સ લુક અને તેજ રફતારની કમાલ

Bajaj Pulsar RS200 એ બજાજ કંપનીની એકમાત્ર ફુલ્લી-ફેર્ડ સ્પોર્ટ્સ બાઇક છે. તે પોતાનું એન્જિન અને ફ્રેમ પલ્સર NS200 સાથે શેર કરે છે, પરંતુ તેનો દેખાવ એકદમ અલગ અને મસ્ક્યુલર છે. રેસિંગ બાઇક જેવો લુક આપવા માટે તેમાં ફુલ બોડી કવર (ફેરીંગ) અને થોડા પાછળ સેટ કરેલા ફૂટપેગ્સ આપવામાં આવ્યા છે. જોકે, તેની રાઇડિંગ પોઝિશન એટલી આક્રમક નથી કે રોજિંદા વપરાશમાં તકલીફ પડે. એન્જિનની વાત કરીએ તો, તેમાં 199.5cc નું લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે જે 24.5hp નો પાવર અને 18.7Nm ટોર્ક જનરેટ કરે છે, જે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથેનું ડિજિટલ ડિસ્પ્લે અને રસ્તાની સ્થિતિ મુજબ પાવર કંટ્રોલ કરવા માટે ત્રણ રાઇડિંગ મોડ્સ મળે છે. સ્લિપર ક્લચ અને ડ્યુઅલ-ચેનલ ABS આ બાઇકની સવારીને વધુ સુરક્ષિત બનાવે છે.

Toyotaની પ્રથમ Electric SUV: Urban Cruiser Ebella ભારતમાં લોન્ચ, જાણો રેન્જ અને કિંમત

4. KTM 200 Duke (કિંમત: રૂ. 1.91 લાખ) શહેરી રસ્તાઓ પર રોમાંચક સવારી માટે બેસ્ટ ઓપ્શન

KTM 200 Duke તેના શાર્પ અને મોર્ડન લુક માટે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ બાઇકની સીટિંગ પોઝિશન એકદમ સીધી અને આરામદાયક છે, જેના કારણે રાઇડરનો બાઇક પર ઘણો સારો કંટ્રોલ રહે છે. આ જ કારણ છે કે, સીટી ટ્રાફિકમાં પણ આ બાઇક ચલાવવી ખૂબ જ સરળ, આરામદાયક અને ફાસ્ટ સાબિત થાય છે. આ બાઇકમાં 199.5cc નું લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 25hp નો દમદાર પાવર અને 19.3Nm નો ટોર્ક આપે છે. આ બાઇક સ્પીડ પકડવામાં ખૂબ જ ઝડપી છે. ફીચર્સની બાબતમાં KTM એ આમાં 5-ઇંચની કલર TFT સ્ક્રીન આપી છે, જે બ્લૂટૂથ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને મ્યુઝિક કંટ્રોલ જેવા ફીચર્સ સપોર્ટ કરે છે. સેફ્ટી માટે આગળની ડિસ્ક બ્રેક સાઇઝ વધારીને 320mm કરવામાં આવી છે અને તેમાં સુપરમોટો ABS મળે છે, જે રાઇડરને પાછળનું ABS બંધ કરીને વ્હીલ સ્લાઇડ કરવાની મંજૂરી આપે છે. તેના નવા વ્હીલ્સ પણ અગાઉ કરતાં ઘણા હળવા છે.

5. KTM RC 200 (કિંમત: રૂ. 2.15 લાખ) પ્રોફેસનલ ટ્રેક રેસિંગના શોખીનોની પહેલી પસંદ

KTM RC 200 આ લિસ્ટની સૌથી મોંઘી અને પ્રીમિયમ મોટરસાઇકલ છે. આ એક પ્રોપર રેસિંગ બાઇક છે, જેમાં ફુલ બોડી પેનલ્સ અને આગળ નમેલી (ક્રોચ્ડ) રાઇડિંગ પોઝિશન મળે છે. જે લોકો સામાન્ય કમ્યુટર બાઇકથી આના પર શિફ્ટ થાય છે, તેમને આ પોઝિશન સેટ થવામાં થોડો સમય લાગી શકે છે. આ બાઇકમાં પણ 200 ડ્યુક વાળું જ 199.5cc નું પાવરફુલ એન્જિન છે, જે 25hp પાવર અને 19.2Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ બાઇક હાઇવે અને ટ્રેક પર ચલાવવા માટે અદ્ભુત સ્ટેબિલિટી આપે છે. આ પ્રીમિયમ બાઇકમાં 5-ઇંચની LCD સ્ક્રીન, બ્લૂટૂથ નેવિગેશન અને રાત્રે પણ બટનો સરળતાથી ઓપરેટ કરી શકાય તે માટે બેકલીટ સ્વિચગિયર આપવામાં આવ્યા છે. ડ્યુકની જેમ આમાં પણ સ્વિચેબલ સુપરમોટો ABS ની સુવિધા ઉપલબ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now