Home Gujarat Marijuana Cultivation Caught From Two Farms In Surendranagar

સુરેન્દ્રનગરમાં બે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ : 3500 કિલો લીલો ગાંજો જપ્ત, બેની ધરપકડ

સુરેન્દ્રનગરમાં બે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 07:19 AM IST

Surendranagar Ganja seized : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો મોટો ખુલાસો થયો છે. સાયલા તાલુકાના કસવાડી ગામે સ્થાનિક પોલીસ અને SOG પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી બે અલગ અલગ ખેતરોમાંથી અંદાજે 3500 કિલોગ્રામ જેટલો લીલો ગાંજો ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂપીયા 18 કરોડ થાય છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા તાલુકાના છેવાડાના તથા ઉડાણ અને ડુંગરાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થતું હોવાનું સામે આવી રહ્યું છે. આ વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ હોવાના કારણે આરોપીઓ ચોરીછૂપીથી ગાંજાનું વાવેતર કરી તેને નસેડીઓ સુધી પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. આવી જ બાતમીના આધારે SOG પોલીસ અને ધજાળા પોલીસ મથકની ટીમે સાયલા તાલુકાના કસવાડી ગામમાં રેડ હાથ ધરી હતી.

લીલા ગાંજાનું વાવેતર મળી આવ્યું

પોલીસની તપાસ દરમિયાન ગામથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલા બે અલગ અલગ ખેતરોમાં મોટા પ્રમાણમાં લીલા ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. પ્રથમ ખેતર આરોપી ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરાનું હોવાનું બહાર આવ્યું, જેમાં તેણે તુવેરની ખેતીની આડમાં 120 લીલા ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે ખેતરમાંથી ગાંજાના છોડ ઉખેડી કુલ 471 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો, જેની કિંમત અંદાજે રૂપીયા 2.35 કરોડ થાય છે, અને આરોપીની ધરપકડ કરવામાં આવી.

3036 કિલોગ્રામ લીલો ગાંજો ઝડપી પાડ્યો

આ જ ખેતરની નજીકમાં આવેલા બીજા ખેતરમાં આરોપી સંજયભાઈ ભોપાભાઈ તાવીયાએ એરંડા અને કપાસની ખેતી વચ્ચે 550 લીલા ગાંજાના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું. પોલીસે અહીંથી કુલ 3036 કિલોગ્રામ લીલો ગાંજો ઝડપી પાડ્યો, જેની બજાર કિંમત અંદાજે રૂપીયા 15.18 કરોડ થાય છે. આ આરોપીની પણ પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. બન્ને ખેતરોમાં પોલીસે રાતભર સર્ચ ઓપરેશન ચલાવી ત્રણ ટ્રેક્ટર ભરેલો લીલો ગાંજો જપ્ત કરી પોલીસ મથકે લાવ્યો હતો. એક જ દિવસમાં પોલીસે અલગ અલગ ખેતરોમાંથી કુલ રૂપીયા 18 કરોડનો ગેરકાયદેસર ગાંજો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.

બન્ને આરોપીઓની આકરી પુછપરછ

હાલ પોલીસે બન્ને આરોપીઓની આકરી પુછપરછ શરૂ કરી છે. આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા હતા, ગાંજાના બીજ ક્યાંથી લાવતા હતા, આ ગાંજો કોને વેચવામાં આવતો હતો અને આ ગેરકાયદેસર ધંધામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હવે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન કયા નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now