Home Gujarat Manavadar Mla Makes Serious Allegations Against Police

'બંને પોલીસ સ્ટેશનની મિલીભગતથી ધંધો ચાલે છે' : માણાવદરના ધારાસભ્યનો પોલીસ પર ગંભીર આરોપ

'બંને પોલીસ સ્ટેશનની મિલીભગતથી ધંધો ચાલે છે'
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 11:48 AM IST

જૂનાગઢમાં માણાવદરના ધારાસભ્યએ અરવિંદ લાડાણી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી મને સમાચાર આવતા હતા કે મામાવદર અને બાંટવા વિસ્તારના ગામડામાં અને શહેરોમાં હરતી ફરતી ક્લબ ચાલે છે, જે મુજબ વાત આવી છે તે મુજબ આ ક્લબનું સેક્શન એક દિવસનું 70થી 80 હજાર છે.


'બંને પોલીસ સ્ટેશનનની મિલીભગતથી ધંધો ચાલે છે'

ધારાસભ્યએ આક્ષેપ કરતા વધુમાં કહ્યું કે, ''બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગતથી ધંધો ચાલે છે. બીજા બધા કેસો કરીને સરકારમાં આંકડા બતાવી દે છે. લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને ખાનગીમા ક્લબ ચલાવે છે જ્યારે સામાન્ય લોકો પર ખોટા કેસ કરીને આંકડા બતાવે છે'.


DySPએ શું કહ્યું?

ધારાસભ્ય અરવિંદ લાડાણીના પોલીસ પર આક્ષેપને લઈ પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. DySPએ જણાવ્યું હતું કે, 'ધારાસભ્યને આરોપીઓએ ગેરમાર્ગે દોર્યા છે. બાટવા પોલીસ ગઈકાલે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 12 આરોપીઓ ફરાર થયા હતા' વધુમા કહ્યું કે, 'આ ઘટનામાં પોલીસની છબી ખરડાવવા માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now