અમદાવાદ: શાહિબાગમાં લગ્નના વરઘોડામાં લોકો નાચી રહ્યા હતા. તે સમયે શખ્સ યુવક પાસે નાચતા નાચતા આવ્યો હતો. જેથી યુવકે શખ્સને સરખી નીચે નાચવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં શખ્સ યુવકને છરીના ઘા મારીને જતો રહ્યો હતો. ત્યારે મિત્રના લગ્ન હોવાથી તેઓ ગયા હતા. આ અંગે યુવકે શખ્સ સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
મેઘાણીનગરમાં રહેતા સનીભાઇ પટણી ચશ્માની દુકાનમાં નોકરી કરે છે. ગત 2 જૂને તેના મિત્રના લગ્ન હોવાથી તે ગયો હતો. બાદમાં વરઘોડો નીકળ્યો હતો તેમાં ડી.જે પણ હતુ. બાદમાં વરઘોડામાં મહેમાન અને મિત્રો નાચી રહ્યા હતા. ત્યારે નાચતા નાચતા બુચીયો નામનો શખ્સ સનીપાસે આવ્યો હતો. જેથી સનીએ બુચીયાને સરખી રીતે નાચવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી સનીએ બુચીયાને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ હતુ.
જ્યારે બુચીયાને સનીને છરીના ઘા મારીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે સનીને લોહિલુહાણ હાલતમાં સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સનીએ બુચીયા સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સેવન્થ ડે સ્કૂલનું કરોડોનું શંકાસ્પદ ટ્રાન્જેક્શન?: અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ પર સરકારી બોજો દાખલ કરવાની તૈયારી, જાણો શું છે સમગ્ર મામલો






