Home Gujarat Man Ra Disabled Girl In Danilimda Ahmedabad

દાણીલીમડામાં દિવ્યાંગ યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ : 30 CCTV ફૂટેજથી ઉકેલાયો કેસ, આરોપી મયુદ્દીન 6 દિવસના રીમાન્ડ પર

દાણીલીમડામાં દિવ્યાંગ યુવતી પર નરાધમે આચર્યું દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 11:29 AM IST

Ahmedabad Crime News : અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 26 નવેમ્બરની મધરાતે એક દિવ્યાંગ યુવતી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. યુવતીની માનસિક સ્થિતિ નબળી હોવાના કારણે તે રાત્રે એકલીજ પોતાના મકાનમાંથી નીચે ઉતરી રોડ પર આવી ગઈ હતી. તે સમયે જમાલપુર વિસ્તારમાં રહેતો મયુદ્દીન બાદશાહ તેની નજરે ચઢ્યો. યુવતીને એકલી જોઈ તેણે મદદના બહાને વાત કરી અને દવાખાને લઈ જવાનું કહી ચૂપચાપ અંધારામાં આવેલી અવાવરૂ જગ્યાએ લઈ ગયો, જ્યાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું.

પેટમાં દુખાવા થતાં....

યુવતી બાદમાં ઘરે પરત આવી, પરંતુ પેટમાં દુખાવાની ફરિયાદ થતાં પરિવારજનોએ પૂછતાં યુવતીએ પોતાના શબ્દોમાં આખી ઘટના સમજાવી દીધી. ઘરના લોકોને ઘટનાની ગંભીરતા સમજાઈ ત્યારે તેમણે તરત જ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. યુવતી અગાઉ પરિણીત હતી, પરંતુ માનસિક તબિયત નબળી હોવાથી તેને છૂટાછેડા થઈ ગયા હતા.

30થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા

આ મામલો એવા સ્થળે બન્યો હતો જ્યાં કોઈ CCTV હાજર ન હતા, તેથી આરોપીને શોધવો પડકારજનક બન્યો હતો. કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા ટીમે વિસ્તારમાંથી તથા ઘટનાના સમયના કુલ 30થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા. એક ફૂટેજમાં દેખાતા પડછાયાના આધાર પર તપાસ આગળ વધારી હતી. યુવતી આપેલા વર્ણન અને હ્યુમન સોર્સીસની મદદથી આખરે ટીમ મયુદ્દીન સુધી પહોંચી અને તેને ચાર દિવસમાં જ ઝડપી લીધો.

6 દિવસનો પોલીસ રીમાન્ડ મંજૂર કરાયો

આરોપી મયુદ્દીન બાદશાહનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ ગંભીર છે. તેના સામે 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તે અગાઉ બે વખત પાસા હેઠળ જેલ મોકલાયો, તેમજ તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અનુસાર આરોપીની માનસિક અને વર્તનપ્રોફાઇલ અત્યંત ખતરનાક છે. ક્રાઈમ બ્રાંચે આરોપીને કોર્ટમાં રજુ કર્યો હતો જ્યાંથી તેને 6 દિવસનો પોલીસ રીમાન્ડ મંજૂર કરાયો છે. તપાસ હજુ ચાલુ છે અને પોલીસ હવે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ