Home Gujarat Major Judicial Reshuffle Gujarat 343 Judges Transferred District Civil Court

ગુજરાતના ન્યાયતંત્રમાં મોટો ફેરફાર : 65 ડિસ્ટ્રિક્ટ જજ સહિત 343 ન્યાયાધીશોની બદલી, જાણો કયા શહેરમાં કેટલા જજ બદલાયા

Gujarat High Court, Judge Transfer
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 05:06 AM IST

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના ન્યાયિક માળખામાં એક સામટા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 65 ડિસ્ટ્રિક્ટ જજ, 125 સિવિલ જજ અને 153 સિનિયર સિવિલ જજ મળી કુલ 343 ન્યાયાધીશોની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં માત્ર આંતર-જિલ્લા બદલીઓ જ નહીં, પરંતુ એક જ કોર્ટમાં આંતરિક બદલીના હુકમોનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના આદેશ મુજબ, તમામ બદલી કરાયેલા જજ આગામી 18મી મેથી પોતાની નવી જગ્યાનો ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના નિર્દેશ હેઠળ રાજ્યભરની નીચલી અદાલતોમાં આ મોટાપાયે બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. આ ફેરફારથી રાજ્યના ન્યાયતંત્રમાં નવી ગતિ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ન્યાયાધીશોની સંખ્યામાં અને સ્થાનમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. બદલી કરાયેલા જજોમાં સેશન્સ અને એડિશનલ સેશન્સ જજ લેવલના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: હવે ગરમી માથું ફાડી નાખશે! : હવામાન વિભાગની આગામી 3 દિવસ માટે આકરી આગાહી

કેડર મુજબ બદલીઓની વિગતો

ચીફ જસ્ટિસના આદેશથી કરવામાં આવેલી બદલીઓમાં ત્રણ મુખ્ય કેડરનો સમાવેશ થાય છે. ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં કુલ 65 જજની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, 51 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સેશન્સ અને એડિશનલ સેશન્સ જજ તરીકે કાર્યભાર સંભાળશે. વહીવટી સરળતા માટે એક જ કોર્ટમાં આંતરિક રીતે બદલાયેલા ડિસ્ટ્રિક્ટ જજની સંખ્યા અંદાજે 55 જેટલી છે.

મુખ્ય શહેરોમાં આંતર જિલ્લા બદલીઓ

ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં આંતર જિલ્લા કોર્ટ બદલીમાં અમદાવાદમાં 5, આણંદમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 2, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 5, ખેડામાં 3, કચ્છમાં 5, મહેસાણામાં 3, મોરબીમાં 2, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 8, સુરેન્દ્રનગરમાં 2 અને વડોદરામાં 11 જેટલા જજનો સમાવેશ થાય છે. જ્યારે સિવિલ જજ કેડરમાં 153 જજની બદલી કરવામાં આવી છે. તેમાં પણ એક જ કોર્ટમાં આંતરિક બદલી કરાઈ હોય તેવા જજીસમાં અમદાવાદ અને અમદવાદ જિલ્લામાં 37, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 3, ગાંધીનગરમાં 2, કચ્છમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 14 સુરતમાં 12, સુરેન્દ્રનગરમાં 19, છોટા ઉદેપુરમાં 1, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, નવસારીમાં 1, પંચમહાલમાં 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગરમાં 1 અને વલસાડમાં 3 જેટલા સિવિલ જજનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કુલ 125 જેટલા સિનિયર જજોની બદલી કરવામાં આવી છે. જેમાં એક જ કોર્ટમાં આંતરિક બદલીમાં અમદાવાદમાં 4, આણંદમાં 1, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 5, મહેસાણામાં 2, મોરબીમાં 1, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 5, સુરેન્દ્રનગરમાં 4, જૂનાગઢમાં 1 જેટલા સિનિયર જજનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વટવા હત્યાકાંડ ભેદ ઉકેલાયો : 34 વર્ષ બાદ DNAથી ફરજાનાની ઓળખ, પતિ સહિત બે ઝડપાયા

સિવિલ અને સિનિયર સિવિલ જજ કેડરમાં ફેરફાર

સિવિલ જજ કેડરમાં 153 જજની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 37 જજની આંતરિક બદલી કરાઈ છે. રાજકોટમાં 14 અને સુરતમાં 12 સિવિલ જજ બદલાયા છે. બીજી તરફ, સિનિયર જજ કેડરમાં કુલ 125 બદલીઓ થઈ છે, જેમાં વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ બદલીઓ રૂટિન વહીવટી પ્રક્રિયાનો ભાગ હોવા છતાં, એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલા ફેરફારને કારણે રાજ્યના ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. 18 મેથી નવી વ્યવસ્થા કાર્યરત થતા કોર્ટની કામગીરીમાં નવો ઉત્સાહ જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now