Home Gujarat Major International Cyber Racket Busted In Bhavnagar

ભાવનગરમાં ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો મોટો પર્દાફાશ : બેંક મેનેજર સહિત 12 સામે ગુન્હો દાખલ

ભાવનગરમાં ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો મોટો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 08:28 AM IST

Bhavnagar International Cyber Racket: રાજ્યના સ્ટેટ સાયબર સેલે ભાવનગરમાં ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભાવનગર સ્થિત ઇન્ડસઇન્ડ બેંકની શાખામાં આ રેકેટના અનેક તાર જોડાયેલા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાયબર સેલે પ્રાથમિક તપાસમાં બેંકના રીલેશનશિપ મેનેજર, એક બેંક કર્મચારી, અને અન્ય 10 લોકો મળી કુલ 12 સામે ગુન્હો દાખલ કર્યો છે.

110 શંકાસ્પદ ખાતાઓમાંથી 13.72 કરોડના ટ્રાન્ઝેક્શન

સ્ટેટ સાયબર સેલને દિલ્હીની Financial Intelligence Unit (FIU) તરફથી પ્રાપ્ત થયેલા ડેટા પછી તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો. ટીમે ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકમાં ખુલેલા 130 શંકાસ્પદ ખાતાઓ તપાસ્યા, જેમાંથી 87 ખાતાઓમાં એકલા 13.72 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું.

આગળની તપાસમાં પોલીસને વધુ 130 શંકાસ્પદ બેંક ખાતાઓ પણ મળ્યા. દેશભરમાં NCRP પોર્ટલ પર 1447 લોકો આ ખાતાઓના કારણે સાયબર ફ્રોડના ભોગ બન્યા હોવાની ફરિયાદ નોંધાવી ચૂક્યા છે.

ક્રિપ્ટો કરન્સી દ્વારા પૈસા દૂબઈ મોકલાતા

તપાસમાં ખુલ્યું કે આ રેકેટ ફ્રોડથી મેળવેલા નાણાંને પહેલા રોકડમાં ફેરવાઈ રહ્યા હતા, ત્યારબાદ તેને યુએસડીટી (USDT) ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દૂબઈમાં આવેલા વોલેટ્સ સુધી પહોંચાડવામાં આવતા હતા.

બેંક સ્ટાફની ભૂમિકા પર મોટો ખુલાસો

8 મહિના થી રીલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવતા પાર્થ ઉપાધ્યાય, તેમજ ભૂતપૂર્વ BDM અબુબકરબિન અલીભાઈ શેખની પૂછપરછ દરમ્યાન તપાસકર્તાઓને અનેક મહત્વના ખુલાસા મળ્યા છે. સ્થાનિક લોકો કમિશન માટે ખાતા ખોલતા અને નેટવર્કને મદદ કરતા હતા.

તપાસ ચાલુ

સાઈબર સેલે સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી કરોડો રૂપિયાની ગતરોડનો અંદાજ વ્યક્ત કર્યો છે. વધુ લોકોની સંડોવણીની પણ શક્યતા છે. હાલ સમગ્ર મામલે તપાસ ઝડપી ગતિએ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ