Home Gujarat Major Construction Structure Collapsed In A Bridge Being Built At A Cost Of Rs 42 Crore In Valsad

વલસાડમાં બ્રિજ સ્ટ્રકચર તૂટ્યું : 42 કરોડના ખર્ચે બની રહ્યો છે બ્રિજ..., બામ્બુ કડડભૂસ, પાંચ શ્રમિકો ગંભીર ઈજાગ્રસ્ત

વલસાડમાં બ્રિજ સ્ટ્રકચર તૂટ્યું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 11:01 AM IST

Valsad bridge structure broken : વલસાડ શહેરમાં કૈલાશ રોડ ઉપર 42 કરોડના ખર્ચે બની રહેલા નવા બ્રિજના નિર્માણ દરમિયાન ગંભીર ઘટના બની છે. બ્રિજ બાંધકામ માટે ઉભું કરાયેલ બામ્બુનું પાલણ સ્ટ્રકચર અચાનક જ તૂટી પડ્યું, જેના કારણે ત્યાં કામ કરતાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આકસ્મિક અવાજ એટલો જોરદાર હતો કે, આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

'એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો'

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો, અમે દોડી આવ્યા તો પૂરૂં પાલણ તૂટી પડ્યું હતું”. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર વિભાગે કાટમાળ નીચે ફસાયેલા તમામ પાંચ શ્રમિકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. હાલ ક્રેનની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

કોન્ટ્રાક્ટરે કર્યો લૂલો બચાવ

સ્થળ પર રહેલા અધિકારીઓએ ઘટનાના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે. બાંધકામની સુરક્ષા વ્યવસ્થા, સામગ્રીની ગુણવત્તા અને પાલણની મજબૂતી અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. વળી, કોન્ટ્રાક્ટર તરફથી માત્ર એટલું કહેવામાં આવ્યું કે 'શ્રમિકોનું ઇન્શ્યોરન્સ લેવામાં આવ્યું છે', જેના કારણે કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો એવો આક્ષેપ પણ લોકોને તરફથી કરવામાં આવ્યો છે. આ ગંભીર ઘટનાએ વલસાડમાં ચાલી રહેલા મોટાપાયાના બાંધકામ પ્રોજેક્ટ્સની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now