Home Gujarat Porbandar Navibandar Woman Police Constable Road Accident

પોરબંદરના નવીબંદર નજીક ગોઝારો અકસ્માત : મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત; કાર ચાલક પોલીસ કસ્ટડીમાં

અકસ્માત બાદ સ્કૂટી
Published by: Chintan Chavda
Last Updated: Jul 02, 2026, 09:37 AM IST

પોરબંદર: જિલ્લાના નવીબંદર નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું દુઃખદ મોત થયું છે. મૃતક રેખાબેન નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, રેખાબેન બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે એક કારની ટક્કર થતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

કાર ચાલકને ઝડપી લઈ કાર્યવાહી શરૂ

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા કાર ચાલકને ઝડપી લીધો છે. સમગ્ર મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે. પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં રસ્તાનો ખાડો બન્યો મોતનો ખાડો? : બાઈકચાલક પટકાયો, CCTV આવ્યા સામે

પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું વાતાવરણ છવાયું છે. સાથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ રેખાબેનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now