Home Gujarat Mahua Moitra Bengali Vs Gujarati Controversy

ગુજરાતી vs મરાઠી બાદ હવે ગુજરાતી vs બંગાળી વિવાદ : મહુઆ મોઇત્રાનું એક નિવેદન અને સ્વતંત્રતા આંદોલન અંગે રાજકીય ઘર્ષણ તેજ

mahua moitra speach
Published by: Chintan Chavda
Last Updated: Mar 30, 2026, 09:31 AM IST

Bangali vs Gujarati: દેશના રાજકારણમાં ફરી એકવાર ભાષા અને પ્રદેશ આધારિત વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાતી vs મરાઠી બાદ હવે તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાના એક નિવેદન બાદ ‘બંગાળી vs ગુજરાતી’ મુદ્દે ભારે ચર્ચા અને રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે. સ્વતંત્રતા સંગ્રામમાં વિવિધ રાજ્યોના યોગદાન અંગે કરાયેલા નિવેદને સોશિયલ મીડિયા થી લઈને રાજકીય મંચ સુધી તીવ્ર પ્રતિસાદ ઉભો કર્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

મહુઆ મોઇત્રાએ પોતાના નિવેદનમાં સ્વતંત્રતા આંદોલનમાં બંગાળના યોગદાનને ઉલ્લેખતા કેટલાક તુલનાત્મક સંદર્ભ આપ્યા હતા, જેના કારણે વિવાદ ઊભો થયો. તેમના નિવેદનને કેટલાક લોકો દ્વારા ગુજરાતના યોગદાનને નકારતા અથવા ઓછું દર્શાવતા તરીકે જોવામાં આવ્યું. તેમણે કહ્યું કે, "અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા?"

મહુઆ મોઇત્રાએ દાવો કર્યો કે કાળાપાણીમાં શહીદ થયેલા અને કેદ થયેલા લોકોમાં 68% બંગાળીઓ હતા અને ત્યારબાદ પંજાબીઓ હતા. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું કે, "શું તમે મને ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો છો?" આ નિવેદન સામે ખાસ કરીને ગુજરાતના રાજકીય વર્તુળોમાંથી તીવ્ર પ્રતિક્રિયા આવી.

રાજકીય પ્રતિક્રિયાઓ અને ટકરાવ

ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતાઓએ મહુઆ મોઇત્રાના નિવેદનને લઈને ટીકા કરી. તેમણે જણાવ્યું કે સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના યોગદાનને કોઈ રીતે નકારી શકાય નહીં. ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓનું ઘર છે, જેમણે દેશની આઝાદી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.

યુઝર્સે કહ્યું બકવાસ

શિવા દૂબે નામના એક યુઝરે લખ્યૂ કે "મહુઆ મોહિત્રા જી મહાત્મા ગાંધી (પોરબંદરના ગુજરાતી) ને નકારી કાઢે છે, જેમણે અસહકાર ચળવળ, મીઠા માર્ચ અને ભારત છોડો આંદોલનનું નેતૃત્વ કર્યું. તે સરદાર પટેલને પણ નજરઅંદાજ કરે છે, ગુજરાતના લોહ પુરુષ હતા અને ભારતને એક સાથે લાવ્યા હતા. તે 'કાળા પાણી' ચળવળના આંકડા પસંદ ગણાવીને અહિંસાના સિદ્ધાંતની મજાક ઉડાવે છે, અને સાથે સાથે બંગાળના સશસ્ત્ર ક્રાંતિકારીઓનો મહિમા પણ કરે છે. સાવરકર પર કાદવ ઉછાળવો એ તુચ્છ છે. સ્વતંત્રતા એક રાષ્ટ્રીય પ્રયાસ હતો - તમારી 'બંગાળ વિરુદ્ધ ગુજરાત' બકવાસ નહીં. સંસદ સભ્ય તરીકે, આવી પ્રાદેશિક દુશ્મનાવટ ફેલાવવી ઘૃણાસ્પદ છે.


આ પણ વાંચો: ભારત સામે બાંગ્લાદેશના તેવર નરમ! : ખેલ અને રાજકારણને અલગ રાખવા સરકારનો મહત્વનો નિર્ણય

તૃણમૂલ કોંગ્રેસની બચાવાત્મક સ્થિતિ

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે મહુઆ મોઇત્રાના નિવેદનનો અર્થ ખોટો કાઢવામાં આવ્યો છે. પક્ષના નેતાઓએ જણાવ્યું કે તેમણે માત્ર બંગાળના યોગદાનને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કર્યો હતો, અન્ય કોઈ રાજ્યનું અપમાન કરવાનો હેતુ નહોતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now