Home Gujarat Mahisagar Election Evm Voting Preparation

મહીસાગર જિલ્લા અને તાલુકા પંચાયતની કેટલી બેઠકો પર થશે મતદાન : કેટલા છે મતદાતા જોણો સમગ્ર વિગત

વિગતો આપતા કલેક્ટરની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 25, 2026, 11:02 AM IST

મહીસાગર જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતની 28 અને 8 તાલુકા પંચાયતોની 147 બેઠકો માટે યોજાનાર મતદાનને લઈને વહીવટી તંત્રએ તૈયરીઓ પૂર્ણં કરી છે. જિલ્લાનાં 8 તાલુકા મથકો પર આવેલા ડિસ્પેચ સેન્ટરો પર ભારે ચહલ-પહલ જોવા મળી હતી, જ્યાંથી ચૂંટણી સ્ટાફને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે. જે પૂર્વે આજે જિલ્લાના 8 તાલુકા મથકો પર ઊભા કરાયેલા ડિસ્પેચ સેન્ટરો પરથી ચૂંટણી પ્રક્રિયા માટેની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. ઝોનલ ઓફિસર અને પોલિંગ સ્ટાફ પોતપોતાના ફાળવવામાં આવેલા મતદાન મથકો તરફ રવાના થયા છે. આ વખતે 2143 જેટલા EVM મશીનોથી ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.

મહીસાગર જિલ્લાની વિગતો

જિલ્લા પંચાયત બેઠકો: 28

તાલુકા પંચાયત બેઠકો: 150 હતી જેમાંથી 3 ભાજપ તરફી બિનહરીફ થતા હવે 147 બેઠકો પર મતદાન થશે

કુલ મતદારો: 6,94,898

પુરુષ મતદારો: 3,58,618

મહિલા મતદારો: 3,36,280 પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો: મતદાન પૂર્વે વડોદરામાં લોખંડી બંદોબસ્ત : CRPFનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ અભેદ કિલ્લેબંધી કરી છે. જિલ્લાના કુલ 913 મતદાન મથકો પૈકી 143 મથકોને સંવેદનશીલ અને 42 મથકોને અતિસંવેદનશીલ જાહેર કરી ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. કુલ 138 ઝોનલ અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે.

આ પણ વાંચો: 'રોક શકો તો રોક લો'.. વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલનો વિજય હુંકાર : આરોપોનો આપ્યો જવાબ

કુલ મતદાન મથકો: 913

કુલ પોલિંગ સ્ટાફ: 5172

કુલ EVM મશીન: 2143

સંવેદનશીલ મથકો: 143

અતિસંવેદનશીલ મથકો: 42

ભારે ગરમીને જોતા વહીવટી તંત્રએ માત્ર મતદારો જ નહીં, પણ ચૂંટણીમાં ફરજ પરના 5172 કર્મચારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. દરેક ડિસ્પેચ સેન્ટર અને મતદાન મથકે મેડિકલ સ્ટાફ, ORS અને જરૂરી દવાઓ ઉપલબ્ધ રાકવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં કાલે યોજાનાર મતદાન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સજ્જ છે, હવે વારો મતદારોનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now