Home Gujarat Mahesh Savani Gave Fatherly Warmth Got 133 Daughters Married

મહેશ સવાણીએ પિતાની હૂંફ આપી, 133 દીકરીના કરાવ્યાં લગ્ન : 'જરૂર પડ્યે પિતાની જેમ સાથ આપીશ', 90 ટકા દીકરીઓ એવી કે જેના પિતા કે ભાઈ નથી

મહેશ સવાણીએ પિતાની હૂંફ આપી, 133 દીકરીના કરાવ્યાં લગ્ન
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 05:45 AM IST

Surat Mahesh Savani : સુરતમાં પી પી સવાણી પરિવારના આંગણે દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓ માટે ભવ્ય અને ભાવસભર લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા આ કોયલડી લગ્ન સમારોહમાં કુલ 133 દીકરીઓને મહેશભાઈ સવાણીએ પિતા બનીને વિદાય આપી હતી.

મહેશ સવાણીએ પિતાની હૂંફ આપી

લગ્ન સમારોહ દરમિયાન દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતાની હૂંફ આપી અને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી. ખાસ વાત એ છે કે આ 133 કન્યાઓમાંથી લગભગ 90 ટકા દીકરીઓ એવી હતી, જેમના પરિવારમાં પિતા કે ભાઈ નથી અને જીવનમાં પિતાનો સહારો મળ્યો નથી.

સમાજમાં માનવતા, સંવેદના અને પિતૃત્વની અનોખી મિસાલ

લગ્ન સમારોહના બીજા દિવસે પણ આ સેવાભાવી પરંપરા આગળ વધારવામાં આવી હતી. રવિવાર બાદના દિવસે એક ખ્રિસ્તી સહિત કુલ 56 યુવતીઓએ નવા જીવનની શરૂઆત કરી, જ્યાં મહેશ સવાણીએ ફરી એકવાર પિતા તરીકે તેમની જવાબદારી સ્વીકારી. તેમણે દરેક દીકરીને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા દીકરીઓ સાથે ઊભા રહેશે અને જરૂર પડ્યે પિતાની જેમ સાથ આપશે. પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતો આ સમૂહ લગ્ન સમારોહ સમાજમાં માનવતા, સંવેદના અને પિતૃત્વની અનોખી મિસાલ રજૂ કરે છે અને અનેક પિતાવિહોણી દીકરીઓના જીવનમાં ખુશીના રંગ ભરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now