Home Gujarat Mahesana Three Gujarati Businessmen Return From Dubai Via Oman Muscat

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે મહેસાણાના 3 ગુજ્જુઓ માંડ માંડ આવ્યા પરત : દુબઈથી ઓમાન સુધી ટેક્સી અને પછી 2 ફ્લાઇટ લઈ પહોંચ્યા ઘરે

મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે મહેસાણાના 3 ગુજ્જુઓ માંડ માંડ આવ્યા પરત
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 08:30 AM IST

મહેસાણાના ત્રણ ગુજરાતી યુવકો ગલ્ફ દેશોમાં અચાનક પરિસ્થિતિ બદલાતા મુશ્કેલીમાં મુકાયા બાદ આખરે હેમખેમ સ્વદેશ પરત ફર્યા છે. બિઝનેસ ટ્રીપ માટે Dubai ગયેલા યુવકોને સીધી ફ્લાઈટ ન મળતા પરત આવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

મળતી માહિતી મુજબ અલ્પેશ પટેલ, પાર્થ પટેલ અને યોગેશ પટેલ 25 ફેબ્રુઆરીએ બિઝનેસ ટ્રીપ માટે દુબઈ ગયા હતા અને 10 માર્ચે પરત આવવાનું આયોજન હતું. પરંતુ ગલ્ફ દેશોમાં અચાનક પરિસ્થિતિ બદલાતા અને ફ્લાઈટની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સીધી ફ્લાઈટની ટિકિટ ન મળતા યુવકોને દુબઈથી ટેક્સી દ્વારા ઓમાન બોર્ડર ક્રોસ કરીને Muscat પહોંચવું પડ્યું હતું. ત્યાંથી તેઓએ Mumbai માટે ફ્લાઈટ પકડી હતી.

મુંબઈ પહોંચ્યા બાદ મોડી રાત્રે ફ્લાઈટ દ્વારા તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ અમદાવાદથી તેઓ મહેસાણા પોતાના ઘરે પરત ફરતા પરિવારજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

પરિવારના દબાણ બાદ ટિકિટ મેળવવા માટે તેમને ભારે પ્રયાસો કરવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનામાં બિઝનેસ ટ્રીપ અધૂરી રહી ગઈ અને મુસાફરી દરમિયાન તેમને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હોવાનું સામે આવ્યું છે.

દુબઈથી પરત ફરેલા વેપારી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ અચાનક બદલાતા પરત ફરવું મુશ્કેલ બની ગયું હતું, પરંતુ આખરે અનેક પ્રયાસો બાદ તેઓ સ્વદેશ પરત ફરી શક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now