Home International Mahakumbh 2025 In Kumbh Prayagraj Become Most Populated City In World

MAHAKUMBH 2025 : લ્યો બોલો! પ્રયાગરાજમાં એક જ દિવસમાં ચાર શહેર જેટલી વસ્તી

MAHAKUMBH 2025
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 06:09 PM IST

મકરસંક્રાંતિ પરપ્રયાગરાજ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું. પ્રયાગરાજ એક દિવસ માટે  કરોડોથી વધુની વસ્તી ધરાવતું શહેર બની ગયું. ભારત અને વિદેશમાંથી કરોડો દર્શનાર્થી ઉમટી પડ્યા. મકરસંક્રાંતિના પ્રસંગ પર, પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું છે.  કરોડો દર્શનાર્થીઓએ શાહી સ્નાનનો લાભ લીધો.

પ્રયાગરાજની વસ્તી એક દિવસમાં જ 4 કરોડને પાર થઈ ગઈ. મકરસંક્રાંતિના દિવસે અહીં 3.50 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. મહત્વનું છે કે પ્રયાગરાજની વસ્તી 70 લાખની આસપાસ છે. જો મકરસંક્રાંતિ પર આવતા શ્રદ્ધાળુઓ અને પ્રયાગરાજની વસ્તીને જોડીએ તો આ સંખ્યા 4.20 કરોડ થઈ જાય છે.  જાપાનનું ટોકિયો વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ટોક્યોની વસ્તી 3.74 કરોડની છે. તે બાદ 2.93 કરોડની વસ્તી સાથે દિલ્હી બીજા ક્રમે છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તોપ્રયાગરાજ 4.20 કરોડની વસ્તી સાથે એક દિવસ માટે વિશ્વનું સૌથી મોટું શહેર બન્યું છે.

પોષ પૂર્ણિમા પર 1.75 કરોડ લોકોએ કર્યું પવિત્ર સ્નાન


પ્રયાગરાજની એક જ દિવસની વસ્તી દુનિયાના અનેક દેશો કરતા વધી ગઈ. પોષ પૂર્ણિમા પર મહાકુંભનું પહેલું અમૃત સ્નાન હતું, 1.75 કરોડ લોકોએ શાહી સ્નાન કર્યું. જો મકરસંક્રાંતિના અવસરે સ્નાન કરનારા લોકોની સંખ્યામાં ઉમેરવામાં આવે તો આ સંખ્યા 5.25 કરોડ થાય છે.  હાલમાં, મૌની અમાવસ્યાનો સ્નાન ઉત્સવ 29 જાન્યુઆરીએ છે. મૌની અમાવસ્યા પર 6 થી 8 કરોડ ભક્તોના આવવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં, પ્રયાગરાજ 29 જાન્યુઆરીએ પણ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનવા જઈ રહ્યું છે.

વિશ્વના પાંચ સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર

ટોક્યો - 3.74 કરોડ

દિલ્હી - 2.93 કરોડ

શાંઘાઈ - 2.63 કરોડ

સાઓ પાઉલો - 2.18 કરોડ

મેક્સિકો સિટી - 2.16 કરોડ

કાતિલ ઠંડી આગળ શ્રદ્ધા અડગ


મંગળવારે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે પ્રયાગરાજમાં સનાતન પરંપરાનો સૌથી મોટો માનવ મેળાવડો જોવા મળ્યો હતો. સ્નાન કરનારાઓની શ્રદ્ધા સર્વત્ર છલકાતી રહી. મેળા વિસ્તાર ઉપરાંત અન્ય સ્થાનો પર પણ સ્નાન માટેની ભીડ જોવા મળી હતી.

માતા ગંગા અને ભોલે બાબાનો જયજયકાર

આસ્થાની નગરીમાં વિવિધ રંગો જોવા મળ્યા હતા. લોકો મા ગંગા અને ભોલે બાબાનો જય જયકાર બોલાવતા જોવા મળ્યા. ઉત્સાહ અને ઉલ્લાસ વચ્ચે અનેક કિલોમીટર ચાલવાનો થાક અને ઠંડી પણ લોકોની આસ્થાને ડગાવી ના શકી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક