મંગળવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે. મૃતકોમાં દેવાસ જિલ્લાના 10 અને મધ્યપ્રદેશના હરદા જિલ્લાના 8 લોકોનો સમાવેશ થાય છે. ગુરુવારે, દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ ખાતે નર્મદા નદીના કિનારે આ 18 મજૂરોનાં અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યા હતા. બે અન્ય મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ નથી જેનાં કારણે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરવામાં આવશે. આ સમય દરમિયાન, પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી, જ્યારે વહીવટીતંત્રે તપાસનું આશ્વાસન આપ્યું.
જ્યારે નર્મદા નદીના કિનારે એક સાથે 18 ચિતા પ્રગટાવવામાં આવી, ત્યારે ચારેય બુમા-બુમ થઈ જતાં માહોલ તંગદીલી ભર્યો બન્યો હતો. દરેક હૃદય ઉદાસ હતું. મૃતકોના સંબંધીઓએ અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ તેમના ઘા ઊંડા છે. દેવાસ અને હરદા જિલ્લા વહીવટીતંત્રે અંતિમ સંસ્કાર માટે તમામ વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોએ સરકારને ન્યાય અને યોગ્ય વળતર માટે અપીલ કરી.
પરિવારના સભ્યોની હૈયા વરાળ
"મેં બધું ગુમાવી દીધું છે આ શબ્દો છે જેનાં માતા અને ભાઈનું આ ઘટનામાં મોત નિપજ્યું છે. જ્યારે મારો બીજો ભાઈ હજુ પણ ગુમ છે. મને ન્યાય જોઈએ છે." દરમિયાન, મૃતકના અન્ય એક સંબંધી શિવલાલે જણાવ્યું હતું કે, "આ અકસ્માતમાં મારી બે બહેનો, એક ભાઈ અને ત્રણ ભત્રીજાઓનું મૃત્યુ થયું છે. મારા સાળા હજુ પણ ગુજરાતમાં છે અને સતત રડવાને કારણે તેમની હાલત ખરાબ છે."
છેલ્લી યાત્રાનો માર્ગ એટલે અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કાર પહેલા, દેવાસ જિલ્લાના 9 મજૂરોના મૃતદેહને તેમના વતન ગામ સંદલપુર લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કોન્ટ્રાક્ટર પંકજના મૃતદેહને ખાટેગાંવ લાવવામાં આવ્યો હતો. હરદા જિલ્લાના હાંડિયા ગામના 8 મૃતદેહોને ગુજરાતથી સીધા નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા. બંને જિલ્લાના કલેક્ટરોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે મૃતદેહોને સન્માનપૂર્વક લાવવામાં અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.





