અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તાર પાસે ગેરકાયદે વસવાટ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે વિશાળ ઓપરેશન હાથ ધર્યું છે. કાર્યવાહી દરમિયાન ખુલાસો થયો કે ઝૂંપડપટ્ટી જેવા દેખાતા વિસ્તારમાં એક ભવ્ય ફાર્મહાઉસ પણ ઉભું કરવામાં આવ્યું છે, જે હજુ સુધી પોલીસ અને તંત્રની નજરથી બચતું આવ્યું હતું.
ચંડોળામાં ફાર્મહાઉસ અંગે ચોંકાવનારો ખુલાસે એ છે કે તે અંદાજે 2000 ચોરસ વારના વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં AC સાથે સુવિધાજનક રૂમ, ભવ્ય રસોડું, બાળકો માટે રમતગમતનું વિસ્તૃત સ્થળ અને નાનકડો ફુવારો પણ બનાવવામાં આવ્યો છે. આસપાસની ઝૂંપડપટ્ટી વચ્ચે ઊભું આ ઐશો ભર્યું ઘર અત્યાર સુધી છુપાઈ શકે તે એક મોટો સવાલ છે. જોકે આજે ડિમોલીશનની કાર્યવાહીમાં માત્ર 45 મિનિટમાં જ આ 2000 વારનું ફાર્મહાઉસ તોડી પડાયું
ફાર્મહાઉસના માલિક તરીકે ઓળખાતા લલ્લા બિહારી હાલમાં ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર અનુસાર, તે વિવિધ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને પોલીસની અનેક કાર્યવાહી બાદ પણ પકડમાં આવ્યો નથી. તે જ્યારે પણ પોલીસ ઓપરેશનની જાણ થાય ત્યારે સમયસર ફરાર થઇ જતો હોવાનું કહેવાય છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા. શહેર મહાનગરપાલિકા સાથે મળીને આખું ફાર્મહાઉસ તોડી પાડવાની તૈયારી ચાલી રહી છે. આશરે અઢી ડઝન જેટલા લોકો તાબે લેવામાં આવ્યા છે અને તેમની પુછપરછ શરૂ થઇ ગઈ છે.
VIDEO | Ahmedabad: Amdavad Municipal Corporation (AMC) demolishes illegal settlements near Chandola lake.#AhmedabadNews #GujaratNews
— Press Trust of India (@PTI_News) April 29, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/5rVxdeSrot
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્થળે એવા લોકો વસે છે જેમણે કાયદેસર દસ્તાવેજો વગર અહીં વસવાટ શરૂ કર્યો હતો. ઘણા વિદેશી નાગરિકોના પાસપોર્ટ વિના તપાસે મળ્યા છે અને પોલીસ હવે તેમનો ઔપચારિક વસવાટ કેવી રીતે શક્ય થયો તે અંગે તપાસમાં લાગી છે.





