Home Gujarat Lunawada Eco Car Accident Cctv Mahisagar

મહીસાગરમાં કાળજું કંપાવી દે તેવો અકસ્માત CCTVમાં કેદ : લુણાવાડામાં બે મહિલાઓને ઇકો કારની ટક્કર

લુણાવાડામાં બે મહિલાઓને ટક્કર મારતી ઈકો કારનું CCTV દૃશ્ય.
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 11:47 AM IST

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બેફામ દોડતી ઈકો કારની ટક્કરથી બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત લુણાવાડાની મુસ્તુફા મસ્જિદ નજીક આવેલી ઉષ્માનીય નગર સોસાયટી પાસે બન્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, બે મહિલાઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ઈકો કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને મહિલાઓ ફંગોળાઈ ગઈ હતી અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલમાં સારવાર, પોલીસે તપાસ શરૂ કરી

સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે અકસ્માતના કારણો અને કારચાલકની જવાબદારી અંગે તપાસ કરી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now