Home International Lufthansa 20000 Flights Cancelled Iran Fuel Crisis Impact

યુદ્ધની એર લાઈન્સ કંપનીઓ પર પડી અસર : લુફ્થાન્સા એર લાઈન્સે રદ કરી 20,000 ફ્લાઈટ્સ

લુફ્થાન્સા એર લાઈન્સ પ્લેનની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 22, 2026, 09:21 AM IST

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. યુરોપની સૌથી મોટી એરલાઈન લુફ્થાંસાએ હજારો ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનાં કારણે વૈશ્વિક પ્રવાસ અને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

20,000 ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય

જર્મનીની અગ્રણી એરલાઈન લુફ્થાંસાએ સમર સીઝન માટેની અંદાજે 20,000 શોર્ટ-હોલ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. આ પગલાંનો મુખ્ય હેતુ વધતા જેટ ફ્યુઅલના ખર્ચને નિયંત્રિત કરવાનો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી લગભગ 40,000 ટન જેટ ફ્યુઅલની બચત થશે. આ નિર્ણયની અસર મુખ્યત્વે યુરોપિયન શોર્ટ-રૂટ્સ પર પડશે, જ્યાં કેટલીક ફ્લાઈટ્સ આર્થિક રીતે ફાયદાકારક નથી રહી.

યુદ્ધનાં કારણે ફ્યુઅલનાં ભાવમાં વધારો

આ પરિસ્થિતિનું મુખ્ય કારણ ઈરાન સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય તણાવ છે. આ સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી રહી છે. ખાસ કરીને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ માર્ગો પર અવરોધ ઊભા થયા છે. તેલ પુરવઠાને અસર થતા ભાવમાં વધારો થાય છે. જેટ ફ્યુઅલના ભાવમાં છેલ્લા થોડા મહિનામાં જ દોઢથી બમણો વધારો નોંધાયો છે. આ વધતા ખર્ચને કારણે એરલાઈન્સ માટે કેટલીક ફ્લાઈટ્સ ચલાવવી આર્થિક રીતે અશક્ય બની રહી છે.

આ પણ વાંચો: આખરે ટ્રમ્પ શાંત પડ્યા! : યુદ્ધ રોકવા ઈરાની નેતાઓને મળવા ટ્રમ્પ પોતે તૈયાર, વાટાઘાટો માટે હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી

વૈશ્વિક એરલાઈન્સ પર વ્યાપક અસર

લુફ્થાંસા માત્ર એક જ એરલાઈન નથી જે આ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. વિશ્વભરની અનેક મોટી એરલાઈન્સ છે જે આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહી છે. જેમ કે યુનાઈટેડ એરલાઈન્સ, ડેલ્ટા, KLM અને અન્ય પણ એરલાઈન્સ જેને રૂટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શું ફેરફાર થશે

આ નિર્ણયનો સીધો અર્થ એ થાય છે કે, કેટલીક રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યા ઘટશે, ટિકિટના ભાવમાં વધારો થઈ શકે છે. ટ્રાવેલ પ્લાનમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. લુફ્થાંસાએ પહેલેથી જ કેટલીક ફ્લાઈટ્સ રદ કરી દીધી છે અને આગળના મહિનાઓમાં વધુ ફેરફારોની જાહેરાત થવાની સંભાવના છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર : મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ છતાં ભારતમાં શું છે ઇંધણની સ્થિતિ? જાણો આજના લેેટેસ્ટ રેટ

એરલાઈન્સ માટે વધતા પડકારો

લુફ્થાંસા માટે આ નિર્ણય માત્ર ફ્યુઅલ ખર્ચ પૂરતો મર્યાદિત નથી. કંપની મજૂર વિવાદો અને ખર્ચ ઘટાડવાના અન્ય પ્રયાસો સાથે પણ સંઘર્ષ કરી રહી છે. કંપનીએ તેના જુના વિમાનોને રિટાયર કરવાનો અને કેટલીક સહાયક સેવાઓ બંધ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે જેથી ખર્ચમાં ઘટાડો કરી શકાય.

વૈશ્વિક હવાઈ ક્ષમતા પહેલાથી જ ઘટાડાઈ રહી છે અને આવનારા સમયમાં વધુ ઘટાડાની શક્યતા છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો હવાઈ મુસાફરી વધુ મોંઘી બની શકે છે અને ટિકિટના દરોમાં વધારો જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now