Home Business Petrol Diesel Price Today 21 April 2026 Gujarat News Ahemdabad Surat Rajkot

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર : મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ છતાં ભારતમાં શું છે ઇંધણની સ્થિતિ? જાણો આજના લેેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 03:44 AM IST

Petrol Diesel Price on 21 April 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા આંતરરાષ્ટ્રીય તણાવને કારણે કાચા તેલના ભાવમાં 'આગ' લાગી છે. જોકે, આ વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. આજે એટલે કે 21 એપ્રિલના રોજ ભારતીય તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જારી કર્યા છે, જેમાં મોટાભાગના શહેરોમાં કિંમતો સ્થિર રાખવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડના ભાવમાં તેજી હોવા છતાં, ભારત સરકાર અને તેલ કંપનીઓએ (OMCs) સામાન્ય જનતા પર બોજ ન વધે તે માટે ભાવમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. સંરક્ષણ મંત્રાલય અને ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર, ભારત પાસે પૂરતો તેલનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે હાલમાં કિંમતોમાં મોટો વધારો થવાની શક્યતા ઓછી છે.

મુખ્ય શહેરોમાં આજના તાજા ભાવ (Petrol-Diesel Rates)

દેશના મેટ્રો શહેરો અને પડોશી વિસ્તારોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે:

  • દિલ્હી: પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લીટર.

  • મુંબઈ: પેટ્રોલ ₹103.54 અને ડીઝલ ₹90.03 પ્રતિ લીટર.

  • કોલકાતા: પેટ્રોલ ₹105.41 અને ડીઝલ ₹92.02 પ્રતિ લીટર.

  • ચેન્નાઈ: પેટ્રોલ ₹101.23 અને ડીઝલ ₹92.81 પ્રતિ લીટર.

  • બેંગલુરુ: પેટ્રોલ ₹102.92 અને ડીઝલ ₹90.99 પ્રતિ લીટર.

  • નોઈડા: પેટ્રોલ ₹95.12 અને ડીઝલ ₹88.29 પ્રતિ લીટર.

  • ગુરુગ્રામ: પેટ્રોલ ₹95.65 અને ડીઝલ ₹88.10 પ્રતિ લીટર.

આ પણ વાંચો: ન્યુક્લિયર એનર્જીમાં અદાણીની એન્ટ્રી! : બનાવી નવી કંપની, રોકેટ બન્યો પાવર શેર

ગ્લોબલ માર્કેટમાં તણાવ છતાં ભારત સુરક્ષિત: 60 દિવસનો સ્ટોક તૈયાર

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $95.89 અને WTI ક્રૂડ $90.12 સુધી પહોંચી ગયું છે. જોકે, ભારત આ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશ પાસે 60 દિવસથી વધુનો કાચો તેલ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) નો સ્ટોક છે.

આ ઉપરાંત, એલએનજી (LNG) માટે 50 દિવસ અને એલપીજી (LPG) માટે 40 દિવસનો બેકઅપ પ્લાન તૈયાર છે. સપ્લાય ચેઈનને કોઈ નુકસાન ન થાય તે માટે ભારત હવે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા દેશો પાસેથી પણ તેલની આયાત કરી રહ્યું છે, જેથી મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઓછી કરી શકાય.

ઘરે બેઠા તમારા શહેરના ભાવ આ રીતે જાણો

તમે માત્ર એક SMS મોકલીને તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાણી શકો છો. તેના માટે નીચે મુજબની પ્રક્રિયા અનુસરો:

  1. Indian Oil (IOCL): RSP <space> City Code લખીને 9224992249 પર મોકલો.

  2. Bharat Petroleum (BPCL): RSP લખીને 9223112222 પર મોકલો.

  3. Hindustan Petroleum (HPCL): HP Price લખીને 9222201122 પર મોકલો.

આ સિવાય તમે તેલ કંપનીઓની અધિકૃત વેબસાઇટ અથવા મોબાઈ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now