Home Gujarat Love Jihad In Palanpur Pressure To Convert Religion By Luring Marriage

પાલનપુરમાં લવ જેહાદ : લગ્નની લાલચ આપી ઘર્મ પરિવર્તન કરવા દબાણ

પાલનપુરમાં લવ જેહાદ
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 05:17 AM IST

પાલનપુરમાં એક યુવતીને લાલચ અને દબાણ દ્વારા ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરાયા હોવાના ગંભીર આક્ષેપ સાથે લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાલનપુરની યુવતી સાથે ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હોવાના પગલે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીને ઉનાવાની દરગાહ સુધી લઈ જવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, પીડિત યુવતી ભાગળના રહેવાસી વિધર્મી સાથે પરિચય બાદ તેના સંપર્કમાં આવી હતી. આરોપીએ યુવતીને લગ્નના નાટકે પ્રેમજાળમાં ફસાવી, ત્યારબાદ બળજબરીથી બુરખો અને માળા પહેરાવી, તેને ઉનાવાની દરગાહમાં લઈ જઈ ધર્મ બદલાવાની દબાણભરી કોશિશ કરાઈ હતી.

ઘરે લઈ જઈ ધમકી અને બળજબરી
આરોપીએ યુવતીને પોતાના ઘેર બોલાવી, જ્યાં તેની પત્ની અને દીકરીની હાજરીમાં યુવતી પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી, બળજબરીથી બુરખો પહેરાવ્યો હતો. યુવતીને બાદમાં એક મકાનમાં ચાર દિવસ સુધી બાંધી રાખવામાં આવી હતી.



મોબાઈલ લોકેશનના આધારે પીડિતાની શોધ
પરિવારે યુવતી ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે મોબાઈલ નંબરના આધારે લોકેશન ટ્રેસ કરી યુવતીને મુક્ત કરાવી હતી. જાવેદે અગાઉ કેટલીય યુવતીઓને આ રીતે ફસાવ્યાં હોવાની પણ શક્યતા છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

સમાજ માટે સાવચેત કરવાની ઘટનાની અસર
હિન્દુ સંગઠનો દ્વારા આરોપી સામે કડક પગલાંની માંગ કરવામાં આવી છે. પાલનપુરમાં બનેલી આ ઘટના સામાજિક સ્તરે ચિંતાજનક છે અને વિશેષ કરીને યુવતીઓને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now